તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહંતનું અપહરણ:રૂ. 900 કરોડની જમીન માટે ભૂમાફિયાઓએ ઘુમાના કબીર મંદિરના મહંતનું અપહરણ કર્યું, શહેરમાં નાકાબંધી કરી દેતાં અલગ અલગ જગ્યાઓએ ફેરવી રસ્તામાં ઉતારી દીધા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: મહંત કૃપાચરણ. - Divya Bhaskar
તસવીર: મહંત કૃપાચરણ.
 • બિહાર પોલીસ હોવાનું કહી 2 માણસ સફેદ બોલેરોમાં ઉપાડી ગયા

ઘુમામાં કબીર મંદિરની અંદાજે 900 કરોડથી વધુ રૂપિયાની જમીનના વિવાદમાં ભૂમાફિયાઓએ મહંત કૃપા ચરણનું અપહરણ કર્યું હતું. તેઓ મંદિરના ઓટલે બેઠા હતા ત્યારે બે માણસે આવીને તેમને બિહાર પોલીસ હોવાનું અને ત્યાં તમારી સામે ગુનો નોંધાયો હોવાનું કહી ઉઠાવી ગયા હતા, પરંતુ નાકાબંધીને કારણે મહંતને રસ્તામાં ઉતારી દીધા હતા.

સફેદ રંગની બોલેરોમાં 2 માણસો આવ્યા હતા
ઘુમામાં કબીર મંદિરની આસપાસ મહંત કૃપાચરણ ગોસ્વામીની 35 વીઘાં જમીન છે. આ મંદિર અને જમીનની દેખરેખ મહંત રાખે છે. બુધવારે સાંજે 5.30 વાગ્યે મહંત મંદિરના ઓટલા પર બેઠા હતા ત્યારે એક સફેદ રંગની બોલેરોમાં 2 માણસો આવ્યા હતા અને તેમણે તેમને બિહાર પોલીસમાંથી આવવાનું કહી અને તેમની સામે ગુનો નોંધાયો હોવાનું કહી જબરદસ્તી ઉઠાવી ગયા હતા. મંદિરની બાજુમાં જ રહેતા તુલસીભાઈ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી કરતા અપહરણકારો તેમને રાંચરડા, લપકામણ જેવી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ રસ્તામાં ઉતારી દીધા હતા. આથી મહંત રિક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને શોધી કાઢ્યા હતા.

આ અંગે ડીવાયએસપી કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, મહંત કૃપાચરણની જમીનની હાલની કિંમત કરોડો રૂપિયાની છે, જેથી ઘણા ભૂમાફિયાની નજર તેમની જમીન પર છે. કેટલાક ભૂમાફિયાએ તો બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે જમીન પચાવી પાડવા પ્રયાસ કર્યો હતો, જે અંગે અત્યાર સુધીમાં મહંતે 2 પોલીસ ફરિયાદ કરી હતી. જમીન પચાવી પાડવા ભૂમાફિયાઓએ તેમનું અપહરણ કર્યું હોઈ શકે.

બોપલ પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટ્યા
આશરે બે હજાર કરોડની 35 વિઘા જમીનના વિવાદમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ગાદીપતિની હત્યાની આશંકા સમાજના લોકોમાં સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો