તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વગર માસ્કે ‘માસ્ક વિતરણ’:મહંત દિલીપદાસજીએ ખુદ માસ્ક ન પહેર્યું પણ પ્રસાદ તરીકે માસ્ક આપ્યાં

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રથયાત્રા દરમિયાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પ્રસાદની જગ્યાએ કોરોનાથી બચવા માટેનો સંદેશો આપતા માસ્કનું વિતરણ કર્યું હતું. જો કે મહંતે જાતે માસ્ક પહેર્યુ નહતું. રથયાત્રામાં 2 લાખ કરતાં વધારે કેસરી ખેસ (ઉપરણાં)નું વિતરણ કરવામાં આવતું હોય છે. જો કે આ વખત કોરોનાને ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા 500 માસ્કનું વીઆઇપી અને વીવીઆઇપીઓને વિતરણ કરાયું હતું. મંદિર ટ્રસ્ટે કેસરી કલરના જય જગન્નાથ લખેલા માસ્કનું વીઆઇપી અને વીવીઆઇપીને વિતરણ કર્યા બાદ મેયર સહિતની ઘણાં વીઆઇપી પ્રસાદરૂપી માસ્કને પહેરીને ફરતાં જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...