પોથી પૂજન:અમદાવાદમાં મેમનગર ગુરૂકુલ પરિસરમાં 45મા જ્ઞાનસત્રમાં માધવપ્રિયદાસજી સ્વામીની ભવ્ય પોથી યાત્રા નીકળી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતોએ પોથીઓને મસ્તક ધારણ કરી પ્રદક્ષિણા કરી હતી - Divya Bhaskar
સંતોએ પોથીઓને મસ્તક ધારણ કરી પ્રદક્ષિણા કરી હતી
  • સત્સંગિજીવન ગ્રંથનું પૂજન કર્યા બાદ તમામ સંતોએ સત્સંગિજીવન ગ્રંથની પોથીઓને મસ્તક ઉપર ધારણ કરી હતી.

અમદાવાદમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં મુંબઇ ગાંધીબંધુના યજમાન પદે, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને મર્યાદિત સ્થાનિક હરિભકતોની ઉપસ્થિતિમાં સરકારી ગાઇડ લાઇન પ્રમાણે અમદાવાદ મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલને આંગણે શ્રાવણ માસના પ્રથમ દિવસથી 45મો ઓન-લાઇન જ્ઞાન સત્ર શરુ થયેલ છે. ઠાકોરજીને પાલખીમાં પધરાવી, બેન્ડવાજા અને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓની રાસમંડળી સાથે ગુરુકુલના પરિસરમાં જ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

સંતોએ પોથીને મસ્તક પર ધારણ કરી હતી.
સંતોએ પોથીને મસ્તક પર ધારણ કરી હતી.

45 વર્ષ પહેલાં જ્ઞાનસત્રની શરૂઆત થઈ હતી
સત્સંગિજીવન ગ્રંથનું પૂજન કર્યા બાદ તમામ સંતોએ સત્સંગિજીવન ગ્રંથની પોથીઓને મસ્તક ઉપર ધારણ કરી હતી. ત્યારબાદ આ જ્ઞાનસત્રના મુખ્ય યજમાનપદે રહેલ મુંબઇવાસી ગાંધીબંધુ પરિવારના સભ્યોએ સત્સંગિજીવન ગ્રંથની પોથીઓને મસ્તક ધારણ કરી પ્રદક્ષિણા કરી હતી.આ પ્રસંગે સંહિતાપાઠનું આયોજન કરવામાં આવેલ, જેમા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી સહિત 11 ભૂદેવો અને ઋષિકુમારો જોડાયા હતા.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જ્ઞાનસત્રનો મહિમા સમજાવી આજથી 45 વરસ પહેલા શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ જ્ઞાનસત્રની શરુઆત કરેલ તે વાત કરી હતી.

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી સહિત 11 ભૂદેવો અને ઋષિકુમારો જોડાયા હતા
દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી સહિત 11 ભૂદેવો અને ઋષિકુમારો જોડાયા હતા

અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા આ ગ્રંથ સૂર્ય સમાન
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જ્ઞાન સત્રનો મહિમા સમજાવા જણાવ્યું હતુ કે, સત્સંગિજીવન ગ્રંથ તો ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો શિરમોર ગ્રંથ છે. માયા તેમજ જીવ વિષયક અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા આ ગ્રંથ સૂર્ય સમાન છે. સત્સંગિજીવન ગ્રંથની સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રશંસા કરી લેખક શતાનંદ મુનિેને હાર પહેરાવી ભેટ્યા હતા.