તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:નારિયેળની કાચલીમાંથી જ્વેલરી બોક્સ, કૂંડા, મીણબત્તી બનાવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અપંગ માનવ મંડળની બહેનો આ દિવાળીના તહેવારમાં બની આત્મનિર્ભર
 • નાળિયેરની કાચલીમાંથી વિવિધ વસ્તુઓ આ રીતે બનાવી શકાય

નાળિયેરનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. મોટાભાગના લોકો તેની કાછલીને ફેંકી દેતા હોય છે. આમાંથી કેટલાક એવા સુંદર ક્રાફટ જેની મદદથી નવરાત્રી અને દિવાળીમાં ઘરને સુંદર રીતે સુશોભિત કરવા માટે વિવિધ સાજ સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે.

1. નારિયેળની કાચલીનો ઉપયોગ છોડના કુંડા સ્વરૂપે કરી શકાય છે. તમે કાચા નારિયેળમાં છોડ વાવી શકો તો સૂકા નારિયેળની કાચલી પણ સારા પ્લાન્ટર તરીકે કામ આવી શકે છે. જેમાં નાના-નાના છોડ વાવી શકાય. 2. નારિયેળની કાચલીમાંથી કેન્ડી, ચોકલેટ વગેરે મુકવા માટે સુંદર વાટકી બનાવી શકો છો. આ માટે તેને અંદર અને બહાર બંને બાજુથી શણગારો. સૌપ્રથમ નારિયેળની કાચલીને બરાબર સાફ કરી લો. ત્યારબાદ અંદર-બહાર રંગ કરી લો. ત્યારબાદ તેને શણગારવા માટે બહારની તરફ કાચ, ટિક્કી, મોતી વગેરે લગાવી શકો છો. 3. મીણબતી સ્ટેન્ડ મીણબતીનું સ્ટેન્ડ બનાવવા માટે કાચલીને બે ભાગમાં કાપી એક ભાગને સાફ કરી બહારથી રંગી દો. બીજા નાના હિસ્સાને કાપી કાચલીનું સ્ટેન્ડ બનાવી શકાય. 4. બર્ડ ફીડર - ગાર્ડન માટે નારિયેળની કાચલીમાંથી બર્ડ ફીડર બનાવી શકો છો. નારિયેળની બે કાચલી બરાબર સાફ કરી કોઇ અણીદાર વસ્તુથી બંનેમાં 3-3 કાણાં દોરીઓની મદદથી આ બંને કાચલીઓ એકબીજા સાથે બાંધી લો. આને ગાર્ડનમાં લટકાવી શકાય. 5. જ્વેલરી બોક્સ - નારિયેળને કાચલીને બરાબર સાફ કરી લો. ત્યારબાદ તેને બહારની તરફથી રંગીને અલગ-અલગ વસ્તુઓ ચોંટાડી શણગારી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો