તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોળી:સ્ટેશનરી, ટોય્ઝ અને ફટાકડામાંથી તૈયાર થઈ આ છે અનોખી રંગોળી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
હમરાહીના કશિશ રાઠોર અને સ્કલ્પચર આર્ટિસ્ટ અલય મિસ્ત્રીએ પેન, પેન્સિલ, ફટાકડા, સ્ટેશનરી, રમકડાં અને કપડાંનો મટિરિયલ તરીકે ઉપયોગ કર્યો અને રંગોળીનો આકાર આપ્યો. - Divya Bhaskar
હમરાહીના કશિશ રાઠોર અને સ્કલ્પચર આર્ટિસ્ટ અલય મિસ્ત્રીએ પેન, પેન્સિલ, ફટાકડા, સ્ટેશનરી, રમકડાં અને કપડાંનો મટિરિયલ તરીકે ઉપયોગ કર્યો અને રંગોળીનો આકાર આપ્યો.
 • રંગોળીનું આ મટિરિયલ ડિસ્પ્લે પછી સ્લમ વિસ્તારના બાળકોને આપી દેવામાં આવશે

રંગોળી વિના દિવાળી સેલિબ્રેશન અધૂરું છે. જોકે, આ રંગોની રંગોળી નથી પણ લોકોના જીવનમાં આનંદનો સંચાર કરે અને ખુશીના રંગો ભરે તેવી રંગોળી છે. આ સેલિબ્રેશનને કંઈક નોખી રીતે ઉજવવા માટે હમરાહી ફાઉન્ડેશનના ઉપક્રમે એક પ્રયાસ હાથ ધરાયો હતો જેમાં કશિશ રાઠોર અને સ્કલ્પચર આર્ટિસ્ટ અલય મિસ્ત્રીએ પેન, પેન્સિલ, ફટાકડા, સ્ટેશનરી, રમકડાં અને કપડાંનો મટિરિયલ તરીકે ઉપયોગ કર્યો અને રંગોળીનો આકાર આપ્યો. જોકે આ રંગોળીમાં વપરાયેલી તમામ વસ્તુઓ ડિસપ્લે પછી સ્લમ વિસ્તારમાં છોકરાઓને આપી દેવામાં આવશે.

આ અંગે વાત કરતાં હમરાહીના કશિશ રાઠોરે કહ્યું કે, ‘રંગોળી માટે ઉપયોગમાં લેવામાં આવેલા આ મટિરિયલ જ નહીં તેનાથી અનેકગણી વધારે વસ્તુઓ આપણે જરૂરિયાતમંદ લોકોને આપી અને તેમની લાઈફમાં ખુશીઓ ફેલાવીએ તે મહત્વનું છે. રંગોળી બનાવવાનો હેતુ જ પ્રકાશ ફેલાવવાનો અને અને આનંદને વહેંચવાનો છે. ત્યારે ખરા અર્થમાં આ રંગોળીથી અમારો આ હેતુ કેટલાક અંશે સાર્થક થતો જણાય રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો