ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (પીજીપી)ના પ્લેસમેન્ટમાં 188 કંપનીએ 280 વિદ્યાર્થીની વિવિધ પોસ્ટ માટે પસંદગી કરી છે. આ વર્ષે સૌથી વધુ પેકેજ આપનારી કંપનીઓમાં મેકેન્ઝી એન્ડ કંપની અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ છે. મેકેન્ઝીએ 34 અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપે 33 વિદ્યાર્થીને જોબ ઓફર કરી છે. જ્યારે અદાણી અને ટીસીએસે 10 વિદ્યાર્થીને જોબ ઓફર કરી છે.
જનરલ મેનેજમેન્ટ ડોમેનમાં અદાણીએ પ્રી-પ્લેસમેન્ટ ઑફર્સ સહિત સૌથી વધારે ઑફર્સ કરી હતી. અદાણી ગ્રૂપે 10, એસ્સાર ગ્રૂપે 8, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસે 10, પીડબ્લ્યુસીએ 13 અને FinIQએ 10, અમેરિકન એક્સપ્રેસ અને એન્જલ વને 6 વિદ્યાર્થીને જોબ ઑફર કરી છે. પ્લેસમેન્ટમાં ટેક્નોલોજી, બેન્કિંગ, ફાઇનાન્સ, કન્સલ્ટિંગ, એનાલિટિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી 36 કંપનીએ ભાગ લીધો હતો. કન્સલ્ટિંગ ડોમેનમાં આર્થર ડી. લિટલ, આલ્વારેઝ અને માર્સલ, બેઇન એન્ડ કંપનીનો સમાવેશ થાય છે.
ઉપરાંત મોનિટર ડેલોઇટ, ઓલિવર વાયમેન, પ્રેક્સિસ ગ્લોબલ એલાયન્સ, આર્પવૂડ કેપિટલ, એઆરજીએ ઇન્વેસ્ટમેન્ટ, એવેન્ડસ, બેંક ઓફ અમેરિકા, સિટી બેંક, ગોલ્ડમેન સાસ, એચએસબીસી, જે. પી. મોર્ગન ચેઝ એન્ડ કંપની, કોટક, મોર્ગન સ્ટેન્લી, પ્રેમજી ઇન્વેસ્ટ, ઓથ્રી કેપિટલ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એરટેલ, એશિયન પેઇન્ટ્સ, કોકાકોલા, એચયુએલ, કિમ્બર્લી-ક્લાર્ક, લોરિયલ, નેસ્લે, પીએન્ડજી, સેમસંગ, પેટીએમ, પિરામલ ઓલ્ટરનેટિવ્ઝ, પ્રેક્સિસ ગ્લોબલ એલાયન્સ, ટ્રાઇડેન્ટ લિમિટેડ, ઝોમેટો જેવી કંપનીઓ પણ પ્લેસમેન્ટમાં જોડાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.