હેલ્થ કમિટીની બેઠક:અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટર અને CHC સેન્ટર પર 40 લાખના 4 સોનોગ્રાફી મશીન ખરીદવામાં આવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઈલ તસવીર.
  • વસ્ત્રાલ, નરોડા, ચાંદખેડા અને કેશવનગરના CHC સેન્ટર પર સોનોગ્રાફી મશીન મૂકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ અર્બન હેલ્થ સેન્ટર અને CHC સેન્ટર પર સોનોગ્રાફી મશીન ખરીદવામાં આવશે. 40 લાખના 4 જેટલા મશીન ખરીદી કરવામાં આવશે. જેમાં વસ્ત્રાલ, નરોડા, ચાંદખેડા અને કેશવનગરના CHC સેન્ટર પર આ મશીનો મૂકવામાં આવશે. આજે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અગાઉ હોસ્પિટલ કમિટીમાં યુરીન મશીન ખરીદવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. દર્દીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક મશીનની કિંમત રૂ. 9.94 લાખ થાય છે
સોનોગ્રાફી મશીનો ખરીદવા માટે 2 બિડ સિસ્ટમથી ટેન્ડર માંગવામાં આવ્યા હતા. જેમાં 2 પાર્ટીના ટેન્ડર અંગે એક્સપર્ટ ડોકટરની સલાહ અને સાથે એસએસ ડિજિટેક પ્રા.લી મુંબઈ અને મુંબઈ મેન્યૂ. શેન્ઝેન માઇન્ડ-રે બાયો મેડિકલ ઇલેટ્રોનિક કંપની લિમિટેડ પાસેથી માઇન્ડ્રી મોડલ-ડીસી 30 પાસેથી 4 જેટલા મશીનો ખરીદવામાં આવશે. જેમાં એક મશીનની કિંમત રૂ. 9.94 લાખ થાય છે એમ કુલ 4 મશીનો માટે રૂપિયા 40 લાખ થશે.

એલજી હોસ્પિટલના અમુક વિભાગોનું રિનોવેશન થશે
આ ઉપરાંત એલજી હોસ્પિટલના અમુક વિભાગોનું રિનોવેશનનું કામ પણ હાથ ધરવામાં આવશે અને એલજી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ અને જરૂરિયાત જોતાં આગામી સમયમાં આઈસીયુ બેડ પણ વધારવામાં આવશે. હોસ્પિટલ કમિટીમાં શારદાબેન હોસ્પિટલને લઈને પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટર ઇકબાલ શેખે સિનિયર ડોક્ટરો હાજર રહેતા નથી તેવી ફરિયાદ કરી હતી. ઉપરાંત જુનિયર ડોક્ટરો બેડ નથી તેમ કહી દર્દીઓને દાખલ કરતાં નથી તેવી પણ ફરિયાદો મળતા આજે કમિટી ચેરમેને આદેશ કર્યો છે કે જે પણ ડોક્ટરો સમયસર હાજરના રહે તો સુપ્રિટેન્ડન્ટને જાણ કરવામાં આવે.