તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસો સળગી:સોમવારે મોડી રાત્રે 3.40 વાગ્યે ઘોડાસરમાં BRTSના પાર્કિંગમાં આગ, 5 બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • ફાયરબ્રિગેડની ટીમની બેથી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી

ઘોડાસરમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સોમવારે મધરાતે ફાટી નીકળેલી આગમાં પાર્ક કરેલી પાંચ લક્ઝરી બસ ખાખ થઈ ગઈ હતી. જ્યારે બે બસ અને એક કારને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના થઈ નથી. ફાયરબ્રિગેડની માહિતી અનુસાર ઘોડાસર મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી જગ્યામાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં આગ લાગ્યાનો કોલ સોમવારે રાતના 3.40 વાગે ફાયરબ્રિગેડને મળ્યો હતો. ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમા લીધી હતી. આગમાં પાંચ લક્ઝરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમે સ્થળની મુલાકાત લઈ આગનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, મોડી રાતે 3.40 આસપાસ કોલ મળ્યો હતો કે ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી છે, જેથી ફાયરફાઇટર સહિત ટીમો રવાના થઈ હતી. પાર્ક કરેલી 7 જેટલી લકઝરી આગના લપેટામાં આવી ગઈ હતી, જેમાં પાંચ લકઝરી આખી બળી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. નજરે જોનારી વ્યક્તિએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મોડી રાતે નાનો દીકરો જાગ્યો ત્યારે બારીમાંથી મોટો પ્રકાશ જોયો તો કોટની પાછળ પડેલી લકઝરી બસોમાં આગ લાગી હતી, જેથી ફાયરબ્રિગેડને જાણ કરતાં તેઓ આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.

ઘોડાસરમાં મંગલેશ્વર મહાદેવ વિસ્તારમાં ઘટના સ્થળની નજીકના એક ઘરમાં રહેતા પરિવારનો નાનો દીકરો મધરાતે જાગ્યો ત્યારે મોટો પ્રકાશ જોયો હતો, જેથી તેણે પરિવારને જાણ કરતા તેમણે ફાયરબ્રિગેડને આગ લાગી હોવાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો