તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:છાત્રાઓને ફસાવનાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીના 7 દિવસના રિમાન્ડ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદમાં CBI કોર્ટમાં રજૂ કરાયો
  • 56 વર્ષીય ધવલે દુષ્કર્મ આચર્યા બાદ ચોટીલાની યુવતી ગર્ભવતી થઈ હતી

ચોટીલાની વિદ્યાર્થિનીને ભગાડી જનારા 56 વર્ષીય લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને સીબાઈઆઈએ વીડિયો કોન્ફરન્સથી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે વધુ તપાસ માટે શિક્ષકને 7 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

વર્ષ 2018માં ચોટીલાની વિદ્યાર્થિનીને ફોસલાવી ભગાડી જનાર શિક્ષક ધવલ ત્રિવેદીને સીબીઆઈ અને દિલ્હી પોલીસે ઝડપી લીધો હતો. થોડા સમય પહેલા ચોટીલાની યુવતી ઘરે પરત આવી હતી. યુવતીનો મેડિકલ ચેકઅપ કરાવતા તે ગર્ભવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ધવલે 9 જેટલી વિદ્યાર્થિનીને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

કોણે કોણે આર્થિક મદદ કરી તેની તપાસ જરૂરી
સીબીઆઈ દ્વારા 7 દિવસના રિમાન્ડ માગતા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી યુવતીને ભગાડી ક્યાં લઇ ગયો હતો, આર્થિક સહાય કોણ પૂરુંં પાડતંુ હતું, આરોપીએ અન્ય કેટલી અને કઈ- કઈ યુવતીઓને ફસાવી છે તેની તપાસ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...