તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મંદી, મોંઘવારી અને મહામારીમાં LPG સિલિન્ડરની કિંમતનાં અસહ્ય ભાવ વધારાથી સામાન્ય-મધ્યમવર્ગનું જીવન જીવવું મુશ્કેલ: કોંગ્રેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એક્સાઇઝમાં વધારો ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ધોરણ ખોરવ્યું
  • ઇંધણ-ટેક્ષજીવી ભાજપા સરકાર દેશની જનતા માટે અભિશાપ બની છે
  • મે 2014થી આજ સુધી પેટ્રોલ, ડીઝલ પર ટેક્ષ થકી 21.50 લાખ કરોડની લૂંટ ચલાવી છે
  • પેટ્રોલ, ડીઝલ બાદ એલ.પી.જી. સિલિન્ડરમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે : ડૉ. મનિષ દોશી

દેશમાં સતત 15 દિવસથી પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સિલિન્ડરની બેફામ લૂંટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપા સરકાર દેશની જનતાના પરસેવાની કમાણી પર લૂંટ ચલાવી રહી છે. “ભારેખમ જનલૂંટ પાર્ટી” ભાજપે સાત વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એક્સાઇઝમાં વધારો ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ધોરણ ખોરવાયું છે.

LPG સિલિન્ડરમાં આ મહિને ચાર વાર ભાવવધારો
ફેબ્રુઆરીમાં જ ચાર વખત એલ.પી.જી. સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકતા કિંમત 801 થઈ જવા પામી છે. સિલિન્ડરની કિંમતમાં રાહત આપતી સબસીડી બંધ કરી અને અસહ્ય ભાવ વધારાની ઉઘાડી લુટનો ભોગ મધ્યમવર્ગની ગૃહિણીઓ, મહિલાઓ બની રહી છે. છેલ્લા ત્રણ મહિના જેટલા ટૂકાગાળામાં એલ.પી.જી. સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા જેટલો વધારો કરી ભાજપ સરકારે કરોડો રૂપિયા લૂંટી તિજોરી ભેગા કરી દીધા છે. સી.એન.જી., પી.એન.જી.માં ભાવ વધારાથી સામાન્ય - મધ્યમવર્ગ વધુ મોંઘવારીના મારમાં ધકેલાઈ જશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારે સામાન્ય-મધ્યમ વર્ગની કમર તોડી
ગુજરાત સરકાર દર મહિને 1200 કરોડ રૂપિયા વેટ પેટે વસૂલ કરી રહી છે. એક બાજુ મોઘવારી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાએ સામાન્ય-મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 88 રૂપિયાને પાર અને ડીઝલની કિંમત રૂપિયા 87ને પાર થઈ ગઈ છે. પેટ્રોલ – ડીઝલ પર કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવાવાળી ભાજપા સરકાર દેશને જવાબ આપે. દેશની જનતા 21,50,00,000 કરોડ રૂપિયાની લૂંટની સચ્ચાઈ જાણે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી

કોંગ્રેસે કરેલા દાવા

  • 26 મે, 2014ના રોજ 108.05 ડોલર પ્રતિ બેરલ હતું. જે 19 ફેબ્રુઆરી, 2021માં કાચા તેલની કિંમત 63.65 અમેરિકી ડોલર જેવા તળિયે આવી ગયું. તેમ છતાં આજે પેટ્રોલ રૂપિયા 88.19 પ્રતિ લીટર થઈ ગયેલા છે. કાચા તેલમાં 41 ટકા જેવો ધરખમ ઘટાડા પછી પણ પેટ્રોલમાં 26% જેટલો વધારો કેમ, ભાજપા જવાબ આપે.
  • 19 ફેબ્રુઆરી, 2021 ના રોજ કાચા તેલની કિંમત પ્રમાણે દેશમાં પેટ્રોલની કિંમત 32.72 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 33.46 રૂપિયા પ્રતિ લીટર હોવી જોઈએ તેમ છતાં કે ભાજપા સરકાર પેટ્રોલ 88 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 87 રૂપિયા પ્રતિ લીટર વસૂલ કરી રહી છે. જેમાં ભાજપા સરકારે ડીઝલ પર 820 ટકા એકસાઈઝ ડ્યુટી અને પેટ્રોલ પર 258 ટકા એકસાઈઝ ડ્યુટી લગાવી ભારતના નાગરિકોના ખિસ્સા પર બેફામ લૂંટ ચલાવી છે.મે 2014થી જાન્યુઆરી 2021 સુધી સતત પેટ્રોલ – ડીઝલ પર ટેક્ષ લગાવીને 21 લાખ 50 હજાર કરોડ (21,50,00,000 કરોડ) રૂપિયા કમાઈ લીધા છે. વર્ષ 2020-21માં પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ લગાવીને 3,46,100 કરોડ રૂપિયા ખંખેરી નાખ્યા છે. ત્યારે દેશ જાણવા માંગે છે આ રૂપિયા ક્યાં ગયા?
  • ભાજપા સરકારના કાર્યકાળમાં ઘરેલું કાચા તેલનું ઉત્પાદન 53,66,000 મેટ્રિક ટન ઘટી ગયું છે. કોંગ્રેસના યુપીએ શાસન દરમ્યાન ઘરેલું કાચા તેલ નો વપરાશ કુલ કાચા તેલના વપરાશ 23.4 ટકા જેટલો જે ભાજપા સરકારના શાસનમાં ઘટીને 15.8 ટકા જેટલો થઈ ગયો છે જે 18 વર્ષના સૌથી નીચે ક્રમાંકમાં આવી ગયો છે. ભાજપા સરકાર તેના કારણ દર્શાવે કે કેમ આ વપરાશ ઘટ્યો?
  • ભાજપા સરકાર વાતો વધુ કરે છે પણ સત્ય વાત જણાવતી નથી કે ભાજપ સરકાર ONGCને આપવામાં આવતું બજેટમાં ઘટાડો કરી નાખ્યો છે. વર્ષ 2021માં ONGCનું બજેટ 32501 કરોડ હતું. જે ચાલુ વર્ષમાં 29800 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ કાચા તેલની શોધ માટેનું બજેટ વર્ષ 2014માં 11687 કરોડ હતું. તે ઘટાડીને 4330 કરોડ જેટલું કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પેટ્રોલિયમ કંપની GSPC જે 24881 કરોડ રૂપિયા જેટલા કરજમાં ડૂબેલી હતી. તેને ONGC માં ભેળવીને દેશની સમૃદ્ધ સંસ્થા એવી ONGCને બરબાદ કરવાનું કામ પણ ભાજપા સરકારે કર્યું છે. પેટ્રોલ, ડીઝલ બાદ એલ.પી.જી. સિલિન્ડરમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે તેવી કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી માંગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો