• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Lowest Rainfall In The State After 9 Years, A Decrease Of 36%; There Is Also No Possibility Of Good Rains In The State For The Next 7 Days

રાજ્યના વરસાદનું રિપોર્ટ કાર્ડ:9 વર્ષ પછી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ, 36%ની ઘટ; આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની શક્યતા પણ નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 94 જળાશયોમાં અત્યાર સુધી 25%થી ઓછું પાણી
  • મોનસૂનનો દોઢ મહિનાનો અત્યારે 10 ઇંચ જ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 35.66% વરસાદ થયો છે. ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી રાજ્યમાં 42.90% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 36%ની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100% ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.26% છે. સરદાર સરોવર ડેમમાં 46.52% છે. ઉત્તર ગુજરાતમાં 24.50%, મધ્યમાં 42.90%, દક્ષિણમાં 57.08%, કચ્છમાં 23.82%, સૌરાષ્ટ્રમાં 41.07% પાણીનો સંગ્રહ છે. 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 94 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

2020ની સરખામણીએ ઝોનવાઇઝ વરસાદ અને ડેમોમાં જળસંગ્રહ

ઝોનવરસાદડેમોમાં જળસંગ્રહ (%)
વર્ષ2021(%)2020(%)તફાવત2021(%)2020(%)તફાવત
ઉત્તર30.78291.7824.525-0.5
મધ્ય33.7928.195.1642.9393.9
દક્ષિણ39.1831.18857.0858-0.9
કચ્છ31.6189.53-5823.8238-14
સૌરાષ્ટ્ર33.3773.16-4041.0758-17
કુલ35.6642.9-7.2447.2651-4

( સ્રોત - નર્મદા, જળસંપત્તિ વિભાગ અને જીએસડીએમએ)

અન્ય સમાચારો પણ છે...