તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરોડામાં રહેતી 22 વર્ષીય યુવતીએ તેના પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નના એક જ મહિનામાં તેના પતિએ તેના દાગીના વેચી તેના પિયરમાંથી પૈસા લાવવા માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ સંજોગોમાં પિયરમાંથી પાંચ લાખ લાવવાની માગનો ઈનકાર કરતા પતિએ તેના માથાના વાળ કાપી કાઢી મૂકી હતી. આ મામલે યુવતીએ પતિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દોઢ વર્ષના પ્રેમ સંબંધ નવેમ્બરમાં લગ્નમાં પરિણમ્યા હતા
નરોડામાં રહેતી 22 વર્ષીય નિશા (નામ બદલ્યું છે ) મૂળ સાબરકાંઠાની વતની છે. નવેમ્બર મહિનામાં નિશા અને રોહિત ( નામ બદલ્યું છે ) પ્રેમલગ્ન કર્યા હતા. બન્ને એક બીજાને દોઢ વર્ષથી પ્રેમ કરતા હતા. ત્યાર બાદ બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. હનીમૂનમાં તેઓ બન્ને રાજસ્થાન ફરવા ગયા હતા. હનીમૂનથી પરત આવ્યા બાદ રોહિતે નિશાને કહ્યું તેની પાસે રૂપિયા પુરા થઈ ગયા છે. રૂપિયા ન હોવાથી તેઓ મિત્રના ઘરે રોકાયા હતા. પતિની પાસે વાપરવાના પૈસા ન હોવાથી પતિએ આ યુવતીના સોનાના દાગીના વેચી દીધા હતા. અને વધુ પૈસાની જરૂર પડતાં આ યુવતીએ તેના મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. અને બાદમાં નરોડા ખાતે મકાન ભાડે રાખી આ યુવતી તેના પતિ સાથે ડિસેમ્બર માસમાં રહેવા ગઇ હતી.
પરિવારે સંબંધ કાપી લઈ મિલ્કતમાંથી યુવતીને બેદખલ કરી
આ નિશાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી તેના માતા-પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી તેને ઘરમાંથી બેદખલ કરી દીધી હતી. લગ્નના પાંચ દિવસ પછી આ નિશાના પતિ રોહિતે કહ્યું હતું કે, તેની પાસે વાપરવાના પૈસા નથી, જેથી તેના પિયરમાંથી એક લાખ રૂપિયા લઈ આવે. જોકે નિશાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી તેના માતા-પિતા તેની સાથે સંબંધ ન હોવાથી તેણે પતિને પૈસા ક્યાંથી લાવે તે બાબતે જણાવ્યું હતું. જેથી તેનો પતિ તેની પર ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં માર માર્યો હતો. સાસરિયા પણ દહેજ લાવવા દબાણ કરતાનિશાના સાસરીયાઓ અવારનવાર દહેજ લાવવા બાબતે દબાણ કરતા હતા અને જો તે પૈસા ન લાવે તો યુવતીના પતિને છૂટાછેડા આપી દેવા માટે થઈ સાસરિયાઓ દબાણ કરતા હતા. જો કે નિશાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી તે મૂંગા મોંઢે આ ત્રાસ સહન કરતી રહેતી હતી.
યુવતીએ પતિ અને સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી
નિશા તેના પિયરમાંથી પૈસા ન લાવતા રોહિત અવારનવાર કાઢી મૂકવાની ધમકી આપતો હતો અને તેના સાસુ-સસરા પણ આ બાબતને લઈને ચઢામણી કરતાં હતા. એક દિવસ નિશાને તેના પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કર્યું હતું. ત્યારે નિશાએ ના પાડતા તેને માર માર્યો હતો અને બાદમાં તેના પતિએ ગુસ્સામાં આવીને કાતરથી તેના માથાના વાળ કાપી નાખ્યા હતા અને ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકી હતી. સમગ્ર બાબતને લઈને આ યુવતીએ તેના સાસુ-સસરા અને પતિ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.