હેવાનિયતની હદ વટાવતો પતિ:16 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર પતિએ ખુરશીએ બાંધી પત્નીને માર માર્યો, ગુપ્તભાગે ડિસમિસ મારી ઈજા પહોંચાડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ બેંગલુરુ વ્યવસાયના માટે ગયો અને પતિને 3 યુવતીઓની તસવીરો મોકલી પૂછ્યું- કઈ સારી છે
  • તસવીરોની પસંદગી મામલે યુગલ વચ્ચે ફોન પર જ બોલાચાલી થઈ
  • પત્નીની ફરિયાદ બાદ બોપલ પોલીસ પતિની ધરપકડ કરી

અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીને ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસના ઘા માર્યા હતા. બાદમાં પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ પતિ જ્યારે બેંગલુરું ખાતે વ્યવસાય માટે ગયો ત્યારે પતિએ ત્રણ છોકરીઓના ફોટો મોકલી અને આમાંથી કઈ સારી છે એમ પૂછ્યું હતું. જેથી ફોન પર બોલાચાલી થઈ હતી. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.

પતિના અન્ય યુવતીઓ સાથે પ્રેમપ્રકરણની શંકાએ ઝઘડો
અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા નયનાબેન( નામ બદલેલ છે)એ 16 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા. તેમજ પતિનો અમદાવાદ અને બેંગલુરુમાં સ્પા સેન્ટરનો વ્યવસાય છે. નયનાબેનને જાણ થઈ હતી કે, અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હોવાની જાણ થઈ હતી. પતિ જ્યારે બેંગલુરુ વ્યવસાયના કામથી ત્રણ યુવતીઓના ફોટા મોકલી આમાંથી કઈ યુવતી સારી છે તેવું પૂછ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર- પત્નીનું ઓશિકાથી મોં દબાવી માર નાખવાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર- પત્નીનું ઓશિકાથી મોં દબાવી માર નાખવાનો પ્રયાસ

બેંગલુરુથી આવીને પત્નીને માર માર્યો
ફોન પર બંનેનો ઝઘડો થતાં પતિએ અમદાવાદ આવી મારવાની છે, એવી વાત તેની ભાભીને કરી હતી. અમદાવાદ આવીને પત્નીને ખુરશી સાથે બાંધી માર માર્યો હતો. ડિસમિસ વડે ગુપ્ત ભાગે ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં નયનાબેન જ્યારે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

બોપલ પોલીસ સ્ટેશન
બોપલ પોલીસ સ્ટેશન

પોલીસે સાયન્ટિફિક પૂરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી
બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ, હત્યાના પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદીના મેડિકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પૂરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. સાથે જ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે કે, ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...