તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'નાથ'ના મામેરાના દર્શન:આવતીકાલે સવારે 9 વાગ્યાથી જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથના મામેરાના દર્શન યોજાશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરસપુરમાં ભગવાનનું મામેરા ભર� - Divya Bhaskar
સરસપુરમાં ભગવાનનું મામેરા ભર�
  • સરસપુરમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે સોમવારે વર્ચ્યુઅલ મામેરું યોજાયું હતું

ગત સોમવારે જ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં મામેરું ભરાયું હતું. કોરોનાની મહામારીના કારણે આ મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ મામેરું કરાયું હતું, જેમાં ભક્તોએ સોશિયલ મીડિયાથી મામેરાના દર્શન કર્યા હતા. ત્યારે આવતીકાલે ગુરુવારે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં ભગવાનના મામેરાના દર્શનનું આયોજન કરાયું છે. જેમાં સવારે 9 વાગ્યાથી મંદિરમાં ભક્તો મામેરાના દર્શન કરી શકશે.

સેટેલાઈટના ભાવિ ભક્ત મામેરું ભર્યું
મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ રણછોડજી મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં હતા અને અંતે આ વર્ષે નંબર આવ્યો હતો. આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પણ પાલન કરાયું હતું. મામેરું કરનારા પરિવારને 35 પાસ પણ બનાવી અપાયા હતા અને તે જ વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર હતા.

જગન્નાથ મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરી મામેરાના દર્શનની જાણ કરાઈ
જગન્નાથ મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરી મામેરાના દર્શનની જાણ કરાઈ

50 વર્ષે મામેરું કરવાની ઈચ્છા પૂરી થઈ
મામેરું કરનારા યજમાન મહેશભાઈ ઠાકોરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી સરસપુરમાં રહેતા હતા. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે અમને મામેરું કરવાની ઈચ્છા થતી હતી. છેલ્લાં 50 વર્ષથી મારા પિતા પ્રયત્ન કરતા હતા. મંદિરના ટ્રસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને મામેરા માટે નામ આપેલું હતું, પરંતુ છેલ્લાં 4-5 વર્ષથી ચિઠ્ઠીઓ ઉછાળીને નામ પસંદ કરવામાં આવતું હતું, જેમાં આ વર્ષે અમારું નામ ખૂલ્યું હતું. મામેરું કરવા મળશે એવી વાત સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા હતા.

મામેરામાં મહારાષ્ટ્રીયન વસ્ત્રો
સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં સોમવારે ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર Rathyatra In Saraspur પેજ તથા ઈન્સ્ટાગ્રામ પર rathyatra_in_saraspur પેજ રખાયા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં 'નાથ'ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.