ભાજપનો વિકલ્પ કોણ?:આખા ગુજરાતનું પરિણામ જોઈને લાગે છે કે માત્ર કોંગ્રેસ એકમાત્ર ભાજપનો મજબૂત વિકલ્પ છે: હેમાંગ રાવલ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીનગર સિવાય સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ હતી જેમાં ગુજરાતના દરેક ઝોનમાં કોંગ્રેસ વિજયી: હેમાંગ રાવલ

ભાજપે ગાંધીનગર નગરપાલિકામાં 44માંથી 41 બેઠક જીતી, જ્યારે કોંગ્રેસ અને આપના સૂપડાં સાફ કરી નાખ્યાં. જોકે હજુ કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપનો એકમાત્ર મજબૂત વિકલ્પ કોંગ્રેસ પક્ષ જ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હેમાંગ રાવલે કહ્યું કે, આખા ગુજરાતનું પરિણામ જોઈને લાગે છે કે માત્ર કોંગ્રેસ એક માત્ર ભાજપનો મજબૂત વિકલ્પ છે. માત્ર ગાંધીનગર સિવાય સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ હતી જેમાં ગુજરાતના દરેક ઝોનમાં કોંગ્રેસ વિજયી થયેલ છે.

ગાંધીનગર સિવાયની અન્ય ચૂંટણીમાં કોંગ્રેસની જીત
તેમણે કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ગોવિંદપરા બેઠક, જસદણની સાનનથલી તથા શિવરાજપુર બંને જિલ્લા પંચાયત બેઠક, ભાવનગર તાલુકા પંચાયતની કોળીપાક બેઠક, મોરબી તાલુકા પંચાયતની તાજપર બેઠક, નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક, માતર તાલુકા પંચાયતની મહેલજ બેઠક, વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક, જૂનાગઢ મહાનગર પાલિકાની વોર્ડ નંબર 8 ની બેઠક અને ભાણવડ નગરપાલિકામાં નવ બેઠકો પર કોંગ્રેસ જીતીને નગરપાલિકામાં બોર્ડ બનાવશે.

'સરકારના અણધડ વહીવટ, મંદી-મોંઘવારીથી પ્રજા ત્રાસી'
તેમણે વધુમાં કહ્યું કે, આ તે સાબિત કરે છે કે પ્રજા કોવિડ મહામારી વખતે સરકારના અણધડ વહીવટ, મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે. આ પરિણામ સાબિત કરે છે કે કોંગ્રેસ એ એકજ માત્ર ભાજપનો મજબૂત વિકલ્પ છે અને આપ એ ભાજપની તારણહાર છે. આંદોલનથી ઉભી થયેલી કોંગ્રેસ વધુ મજબૂતાઈથી પ્રજાના પ્રશ્નો સાથે તેમની પડખે રહીને ઉઠાવતી રહેશે.