હાલાકી:RTOમાં વાહન ટ્રાન્સફર અને ફેસલેસ અરજીઓનો ભરાવો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોકસાઇના નામે લોકોને ધક્કા ખવડાવાય છે
  • ટ્રાન્સફર કૌભાંડમાં તપાસ શરૂ થતાં ગભરાટ

સુભાષ બ્રિજ, વસ્ત્રાલ આરટીઓમાં વાહન ટ્રાન્સફર, ફેસલેસ અને મેમાની અરજીઓનો ભરાવો થઈ ગયો છે. સુભાષ બ્રિજમાં વાહન ટ્રાન્સફરનું કૌભાંડ બહાર આવ્યા બાદ કમિશનર કચેરીએ તપાસ હાથ ધરતા વધુ ચોકસાઈના નામે લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. 

સુભાષ બ્રિજ આરટીઓમાં વાહન ટ્રાન્સફરનું  કૌભાંડ બહાર આવ્યા બાદ વાહન ટ્રાન્સફર માટે અરજદારે આરટીઓ કચેરીમાં આવવું ફરજિયાત છે? લેનાર કે વેચનાર બંનેના ડોક્યુમેન્ટ ફરજિયાત લાવવા પડે ? અરજદાર વતી કોઈ પણ માણસ આવી શકે? તેની આરટીઓ સ્પષ્ટતા કરતું નથી. જેના લીધે અરજદારોને ધક્કા ખાવા પડે છે. ૨૪ જૂનથી લોન કેન્સલ અને ડુપ્લિકેટ આરસીની ફેસલેસ કરાયેલી પ્રોસેસ અંગે સિસ્ટમમાં એરરના કારણે આજ દિન સુધી કોઈપણ મોબાઈલમાં મેસેજ આવતા નથી કે સ્ટેટસમાં ખબર પણ પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...