તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારો નંબર ક્યારે આવશે:અમદાવાદના સાયન્સ સિટી રસીકરણ કેન્દ્ર પર લોકોની લાંબી લાઈન, વેક્સિનેશન મોડું શરૂ થતા લોકો નારાજ, માત્ર 45+ને વેક્સિન અપાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • સવારથી વેક્સિન લેવા લોકો મોટી લાઈનો લગાવીને ઉભા છે
  • ગઈકાલે સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી

કોરોના સંક્રમણ વધતા જે લોકો પહેલા વેક્સિન લેતા ડરતા હતા તે આજે 1-1 કિમીની લાઈનો લગાવીને વેક્સિન લેવા માટે ઉભા છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન માટે અલગ-અલગ સેન્ટરો પર ઉમટી પડે છે. ગઈકાલે શહેરના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં એક કિમી લાંબી ગાડીઓની લાઈન લાગી હતી. ત્યારે આજે સાયન્સ સિટી રસીકરણ કેન્દ્ર પર લોકોની લાઈનો લાગી છે.

18થી 44 વયજૂથના લોકોને હવે કોવેક્સિન મળશે
વહેલી સવારના રસી લેવા માટે લોકો લાઈનમાં ઉભા છે. સાથે જ વેક્સિનેશન મોડું શરૂ થતા લોકો નારાજ થયા હતા. અહીં આજે 45થી વધુ ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવશે. બીજીતરફ 18થી 44 વયજૂથના લોકોને રવિવારથી અમદાવાદમાં કોવેક્સિન આપવામાં આવશે જ્યારે 45 વર્ષ ઉપરના લોકોને કોવિશિલ્ડ અપાશે. જોકે જેમણે પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ લીધી હશે તેમણે બીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે. અને જેમણે પ્રથમ ડોઝમાં કોવેક્સિન તેમણે બીજો ડોઝ કોવેક્સિનનો જ લેવાનો રહેશે તેમ આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે.

વેક્સિનેશન મોડું શરૂ થતા લોકો નારાજ
વેક્સિનેશન મોડું શરૂ થતા લોકો નારાજ

કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ
આરોગ્ય વિભાગના સંશોધન પત્રો મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા એફિશિયન્સિ હતી જ્યારે કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલુ રહેશે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં રસી બંધ રહેશે.

અહીં આજે 45થી વધુ ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવશે
અહીં આજે 45થી વધુ ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવશે

45+ના લોકો માટે આજે આ કેન્દ્રો ચાલુ
* ન્યૂ ગોતા વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી રોડ, ગોતા
* અર્બન હેલ્થ સેન્ટર (UHC)
* મંગલ પાંડે હોલ નિકોલ ગામ રોડ, શિરોમણી બંગલોઝ સામે, નિકોલ
* પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ 1, પીઆરએલ કોલોની, બોડકદેવ
* બોડકદેવ કમ્યુનિટી હોલ, વસ્ત્રાપુર તળાવ નજીક.
* ટાગોર હોલ એનઆઈડી સામે, પાલડી
* રાણિપ કમ્યુનિટી હોલ, ગાયત્રી મંદિર સામે
* જોઈતારામ પટેલ કમ્યુનિટી હોલ ગણેશ કોલેજ પાસે, નવા વાડજ

18થી 44 વયજૂથના લોકોને રવિવારથી અમદાવાદમાં કોવેક્સિન આપવામાં આવશે
18થી 44 વયજૂથના લોકોને રવિવારથી અમદાવાદમાં કોવેક્સિન આપવામાં આવશે

​​​​​કેટલાંક કેન્દ્રો પર રસી ખૂટ્યાની ફરિયાદો
ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશનને લીધે શહેરના અન્ય સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડી હતી. ઉત્તર, દક્ષિણ, મધ્ય, દક્ષિણ-પશ્વિમ અને પૂર્વ ઝોનમાં શનિવારે બપોરે એક વાગ્યા પછી વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો હતો. આ કારણે ખાસ કરીને 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન અપાઈ નહોંતી.