વ્યાજખોરો સામેની પોલીસની ડ્રાઈવમાં અત્યાર સુધી પોલીસ સમક્ષ 60 અરજીઓ આવી છે, જ્યારે સાત ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે સેટેલાઈટમાં વ્યાજખોરે પડાવી લીધેલી કાર પોલીસે માલિકને પરત કરાવી છે. આ સાથે પોલીસે દરેક વિસ્તારમાં લોકદરબાર યોજવાનું શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે તમામ ડીસીપી તેમના વિસ્તારમાં લોકદરબાર યોજી રહ્યા છે.
વ્યાજખોરો સામે પોલીસની ડ્રાઈવમાં મેમનગર ખાતે રહેતા અને વેપાર કરતા રિકીનભાઈ શાહે ફરિયાદ કરી હતી કે બે વર્ષ પહેલા ગોમતીપુર ખાતે રહેતા વસીમ શેખ પાસેથી બે લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા. 3.75 લાખ ચૂકવ્યા છતાં જાનથી મારી નાખીશ ધમકી આપતો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે વસીમશેખના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વ્યાજખોર પાસેથી પોલીસે કાર પરત અપાવી
સેટેલાઈટમાં વ્યાજખોરે યુવકની ફોર વ્હિલર કાર મેળવી લીધી હતી અને બાદમાં ત્રાસ આપતો હતો. જેથી યુવકે આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. સાથે જ યુવકની કાર તેને પરત અપાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.