કોરોનાનો કહેર યથાવત્:અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલનાં તાળાં 24 કલાક બંધ રહ્યાં બાદ 11 દર્દી ડિસ્ચાર્જ થતાં ખૂલ્યાં, કલાકોમાં ફરી ફુલ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલ હોસ્પિટલની તસવીર - Divya Bhaskar
સોલા સિવિલ હોસ્પિટલની તસવીર
  • છેલ્લાં બે દિવસના પ્રમાણમાં રવિવારે સુધારો થતાં બપોરે 2 સુધીમાં કોરોનાના 11 દર્દીને રજા અપાઈ

સોલા સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના 11 દર્દીને રજા અપાતાં રવિવારે ફરી નવા દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરાયું છે. જોકે હાલમાં પણ હોસ્પિટલમાં તમામ બેડ ભરાઈ ગયા હોવાનું હોસ્પિટલ ઓથોરિટીએ જણાવ્યું છે.

સોલા સિવિલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડો.પ્રકાશ મહેતા જણાવે છે કે, છેલ્લાં બે દિવસના પ્રમાણમાં રવિવારે સુધારો થતાં બપોરે 2 સુધીમાં કોરોનાના 11 દર્દીને રજા અપાઈ હતી. તેમનું ઓક્સિજન સપ્લાય અને દર્દીનું પરસ્પર મેચિંગ ઇમ્પ્રૂવ થયું છે. દર્દીને રજા અપાયા બાદ હોસ્પિટલનાં તાળાં ખોલી નવા દર્દીઓને દાખલ કરાયા છે, જેથી ફરીથી બેડ ભરાઈ ગયા છે, પણ હોસ્પિટલમાં નોન કોવિડ 75 બેડમાંથી 25 જેટલા દર્દીઓને રજા અપાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના દર્દીને અક્ષયપાત્ર દ્વારા ભોજન અપાય છે. અક્ષયપાત્ર સાથે કોન્ટ્રાક્ટ થયો હોવાથી એક મહિનાની નોટિસ આપવી પડે તેમ છે. હાલ સુપરિન્ટેન્ડન્ટના ચાર્જમાં છું. સુપરિન્ટેન્ડન્ટ ડો. પીના સોની હાજર થાય પછી દર્દીને 8 કોર્સ મીલ આપવા અંગેનો નિર્ણય લેવાશે. જોકે દર્દી તરફથી પૌષ્ટિક ખોરાક ન મળતો હોવાની સીધી ફરિયાદ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...