તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદઃ આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
આવશ્યક સેવા ચાલુ રહેશે
આજે મધ્યરાત્રિથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિને પોલીસ રોકશે નહીં. લોકોને કાબૂમાં રાખવા માટે સરકારે એસઆરપીની 6 કંપની ફાળવવામાં આવી છે અને આગામી સમયમાં 4 RAFની કંપની પણ ઉતારશે. સમગ્ર રાજ્યમાં ટેક્ષી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ રાખવામાં આવશે. ખાનગી વાહનોથી અવરજવર કરી શકાશે. તેમાં ટુવ્હીલર અને ફોરવ્હીલરમાં માત્ર 2 જણાં જ બેસી શકશે.
શું શું ચાલુ રહેશે?
આ બંધ રહેશેઃ તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ, ટેક્સી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા, ચાની કિટલી, પાનના ગલ્લા, શોપિંગ મોલ, સિનેમા હોલ વગેરે...
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.