21 દિવસનું લોકડાઉન / ગુજરાતમાં દૈનિક 55 લાખ લીટર દૂધનું વિતરણ, 59 હજાર ક્વિન્ટલ શાકભાજી અને 2,680 ક્વિન્ટલ ફ્રુટ ઉપલબ્ધ

તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરી
તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરી
X
તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરીતમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરી

  • રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ વિનાવિઘ્ને નાગરિકોને મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:11 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના 43 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે અને તેમાંથી ત્રણના તો મોત પણ થઈ ગયા છે. વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં લઈ સમગ્ર દેશમાં 21 દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. અશ્વિનીકુમારે શાકભાજી અને ફ્રુટની આવકની વિગતો આપતાં કહ્યું કે, ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં 59 હજાર ક્વિન્ટલ શાકભાજી અને 2,680 ક્વિન્ટલ ફ્રુટની આવક થઈ છે. તેમજ રાજ્યમાં દૈનિક 55 લાખ લીટર દૂધના પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. 

34000 ક્વિન્ટલ લીલા શાકભાજી અને 610 ક્વિન્ટલ કેળાંની આવક
અશ્વિની કુમારે આગળ કહ્યું કે, 59 હજાર ક્વિન્ટલ શાકભાજીમાં 13,655 ક્વિન્ટલ બટાટા, 4,350 ક્વિન્ટલ ડુંગળી, 6900 ક્વિન્ટલ ટમેટા અને 34000 ક્વિન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. સમગ્ર રાજ્યમાં 68 જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં 610 ક્વિન્ટલ કેળાં, 970 ક્વિન્ટલ સફરજન અને 1100 ક્વિન્ટલ અન્ય ફળફળાદી સહિત 2680 ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે. 

આવશ્યક ચીજ વસ્તુઓ માટે 1070 તથા 079-23251900 પર સંપર્ક કરી શકો
આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.

વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળના વિતરણ માટે માઈક્રોપ્લાનિંગ
અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ કરેલા નિર્ણયની ફલશ્રુતિ રૂપે 60 લાખથી વધુ પરિવારોના 3.25 કરોડ જેટલા લોકોને એપ્રિલ-2020માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનિંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.

દૂધના ટેટ્રા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર મળી રહે તે માટે પણ આયોજન
રાજ્યના નાગરિકો–જનતા જનાર્દનને દૂધ પણ પૂરતું અને સરળતાથી મળી રહે તેવા આયોજન સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે રાજ્યમાં દૈનિક 55 લાખ લીટર પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરવામાં આવી છે. આ દૂધ સપ્લાય ઉપરાંત જરૂર પડ્યે દૂધના ટેટ્રા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

કયા અધિકારીને કઈ જવાબદારી
મુખ્યમંત્રીના સચિવે આગળ જણાવ્યું કે, રાજ્યમાં આ મહામારી સામે રક્ષણાત્મક રોગ નિયંત્રણ પગલાં આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુ સપ્લાય સહિતની સમગ્ર કામગીરીના સુચારૂ સંચાલન માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલા કંટ્રોલરૂમમાં સંબંધિત વિભાગોના સંકલન-માર્ગદર્શન માટે પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી અને આદિજાતિ વિકાસ સચિવ અનુપમ આનંદને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કંટ્રોલરૂમ છે જ તે ઉપરાંત, અન્ન-નાગરિક પુરવઠો, પોલીસ, વાહન વ્યવહાર, બંદરો, સાયન્સ ટેકનોલોજી શહેરી વિકાસ, પંચાયત અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ પણ 24x7 કાર્યરત છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી