હાલ દેશ અને ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. જેને પગલે ધીમે ધીમે પ્રતિબંધો પણ દૂર કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલો અને યુજી-પીજીના ફાઈનલ યરના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોલેજના પહેલા અને બીજા વર્ષના વર્ગો પણ શરૂ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે મોટાભાગના ક્ષેત્રો અનલોક કરવામાં આવ્યા હોવા છતાં હજુ ધોરણ 1થી 8ના વર્ગો અને કોર્ટો ફિઝિકલી શરૂ થયા નથી. માત્ર એટલું જ નહીં, ખુલ્લા મેદાનમાં ગમે એટલા લોકોને એકઠા થવાની છૂટ છે, પરંતુ લગ્નમાં 100 મહેમાનો અને અંતિમવિધિમાં 50 લોકોની જ હાજરીને મંજૂરી આપવામાં આવે છે.
રાજ્યમાં આ બાબતો પ્રતિબંધિત અથવા હળવી છૂટ
લગ્ન કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો મામલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત કર્યું છે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in)પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડે છે.
ધો.9થી 12ની સ્કૂલો, ટ્યૂશન અને કોચિંગ ક્લાસિસ ખોલવાની છૂટ આપી
2020ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂરી થયા બાદ ધોરણ 9થી 11ની સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસ પણ પૂન: શરૂ કરી શકાશે.
ઓક્ટોબરમાં સિનેમાઘરો અને શૂટિંગને છૂટ આપી
કોરોના મહામારીને કારણે 7 મહિના સુધી બંધ રહ્યા બાદ 15 ઓક્ટોબરથી સિનેમાઘરોને ખોલવાની છૂટ આપી હતી. જો કે શરૂઆતમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મોટાભાગના મલ્ટીપ્લેક્સિસ બંધ રહ્યાં હતા. જ્યારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફિલ્મોના શૂટિંગને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી.
અનલોક-1માં કઈ કઈ છૂટ મળી હતી
અનલોક-2માં આ છૂટ આપી હતી
અનલોક-3માં કઈ કઈ છૂટ આપી
અનલોક-4માં મળેલી છૂટ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.