લોકોમાં રોષ:મુન્દ્રામાં મેન્ગ્રોવના નિકંદન બદલ સ્થાનિકોની અદાણી સામે કોર્ટમાં અરજી, દિવાળી પછી હાઇકોર્ટમાં સુનાવણી થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કચ્છના મુન્દ્રામાં અદાણી દ્વારા પર્યાવરણની મંજૂરી લીધા વગર મેન્ગ્રોવના વૃક્ષોનું નિકંદન કરવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, વર્ષ-2016માં આ મામલે પર્યાવરણના નિષ્ણાતોની કમિટીએ મેન્ગ્રોવ અંગે કરેલા કેટલાક નિર્દેશોનું પાલન કરવામાં આવતું નથી. જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે દિવાળી બાદ સુનાવણી રાખી છે.

ક્રીકના કામ માટે પર્યાવરણને નુકસાન
મુન્દ્રાના ગ્રામજનો દ્વારા અદાણી પાવર સામે સેઝના પ્રોજેકટને લીધે હજારો મેન્ગ્રોવ કાપવા મામલે અરજી કરાઇ છે. તેમાં એડવોકેટ સિરાઝ ગોરીએ દ્વારા રજૂઆત કરાઇ હતી કે,મેન્ગ્રોવને ફરીથી ઇમ્પલાન્ટ કરવા જોઇએ. અદાણી દ્વારા મેન્ગ્રોવ કાપી નખાતા પર્યાવરણને ખુબ નુકસાન થઇ રહ્યુ છે. અદાણી દ્વારા ક્રીક બનાવવા માટે મેન્ગ્રોવ નડતા હોવાથી તે કાપી નાખવામાં આવ્યા હતા, પરતું ક્રીકનું કામ પૂર્ણ થયા પછી તેને ફરીથી ઉગાડવા ખાતરી આપી હતી.

દરિયાઈ જીવસૃષ્ટિને મોટા પ્રમાણમાં નુકસાનઃ નિષ્ણાંત
મેન્ગ્રોવથી કુદરતી આફતો અને સુનામી જેવી આફતોથી રક્ષણ મળતંુ હતું. હવે કોસ્ટલ ઇકો સિસ્ટમનું રક્ષણ થતું નથી, જેના લીધે દરિયાઇ જીવસૃષ્ટિ અને પર્યાવરણને ખૂબ નુકસાન થઇ રહ્યું છે. ઘણા લાંબા સમયથી નિષ્ણાંતોએ નિર્દેશ કર્યા છે અને હાઇકોર્ટમાં ખાતરી આપી છે, પરંતુ મેન્ગ્રોવને ફરીથી ઉગાડવામાં નહી આવતા દરિયાઇ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન વધી રહ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...