લોકોમાં રોષ:ગુજરાત સરકારના નવા નિમાયેલા બે મંત્રીઓનો પોતાના જ મત વિસ્તારના સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો

અમદાવાદ23 દિવસ પહેલા
કુવાડ ગ્રામજનો દ્વારા મંત્રીનો વિરોધ
  • ઓલપાલના ધારાસભ્ય મુકેશ પટેલ અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારનો લોકોએ વિરોધ કર્યો

ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓ હવે જન આશિર્વાદ યાત્રા દ્વારા પોતાના વિસ્તારના લોકોને મળવા માટે નીકળ્યા છે. ત્યાર આ નવા મંત્રીઓનો સ્થાનિક લોકો દ્વારા જ વિરોધ શરૂ થયો છે. સુરત જિલ્લાની ઓલપાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલનો તેમના મત વિસ્તારના લોકોએ જ ભારે વિરોધ કર્યો હતો. ઓલપાડ તાલુકાના કુવાદ ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારનો પણ આદિજાતિના ખોટા પ્રમાણપત્રને લઈને વિરોધ થઈ રહ્યો છે.

કુવાદ ગામના લોકો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે
ગામ લોકોનું કહેવું છે કે, સિધ્ધનાથ ટેમ્પલ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં ધાર્મિક અને કર્મકાંડની વિધિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇને મુકેશ પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં તેમણે અમારું કામ કર્યું નથી. સિદ્ધનાથ મંદિર કોર્ટ હસ્તક છે. કોર્ટ દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવે છે તેનું પાલન અચૂક કરવાનું હોય છે. સિધ્ધનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની આસપાસ માં ધાર્મિક અને કર્મકાંડની વિધિઓ કરવા મનાઈ ફરમાવવામાં આવી છે. મંદિર પરિસરની અંદર પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તેનો પણ ગામ લોકો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે.

નિમિષાબેનને મંત્રી પદથી દુર કરવા આદિવાસી સમાજે પણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
નિમિષાબેનને મંત્રી પદથી દુર કરવા આદિવાસી સમાજે પણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

આ બે મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો
કુવાડ ગ્રામજનો દ્વારા મંત્રીનો વિરોધ કરવાનું મુખ્ય કારણ સિદ્ધનાથ ટેમ્પલ કમિટીએ મંદિર પરિસરમાં ધાર્મિક અને કર્મકાંડ વિધિ પર પ્રતિબંધ લગાવતા ગ્રામજનો ખફા હતા. ઉપરાંત ગણેશ ઉત્સવમાં રામકુંડ ખાતે ગણેશ વિસર્જન કરવાની કોર્ટે મનાઈ ફરમાવતા ગ્રામજનોએ કોર્ટના વહીવટવાળી ટેમ્પલ કમિટીના અધ્યક્ષ જ્યુડિશિયલ કોર્ટના જડજને ગણેશ વિસર્જન કરવાની બાબતે સમજાવાનું કહ્યું ગતું. પણ આ કોર્ટ મેટર હોય, સાથે જડજને સમજાવવાની વાત શક્ય ન હોવાથી મુકેશ પટેલે આવું કરવાની ના પાડતા ગ્રામજનો નારાજ હતા.

ગ્રામજનો પાસે કોંગ્રેસે નાટક કરાવ્યું: મુકેશ પટેલ
મુકેશ પટેલે વિરોધ અંગે કહ્યું હતું કે, સિદ્ધનાથ ટેમ્પલ કમિટી દ્વારા પોતાના હસ્તકની મિલકતો અને ખુલ્લી જગ્યા પર ધાર્મિક વિધિ કે કર્મકાંડ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે મંદિર આગલ આવેલા રાસમકુંડ માં પણ ગણેશ વિસર્જન કરવાની ટેમ્પલ કમિટીએ મનાઈ ફરમાવતા ગ્રામજનો કુંડમાં વિસર્જન કરવાની બાબતે ખોટી રજુઆત કરતા હતા. જ્યારે કોર્ટ મેટર હોય મેં તેમને વારંવાર સમજાવવા છતાં તેઓ જીદ પર રહેતા આ મુદ્દે ગ્રામજનોને હાથો બનાવી કોંગ્રેસીઓએ વિરોધનું નાટક કરાવ્યું હતું.

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર

નિમિષા સુથારને મંત્રી પદેથી હટાવવા માંગ
આદિજાતિના પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી દુર કરવા માંગરોળમા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ માંગરોળ મામલતદાર કચેરી ખાતે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે બેનરો પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ સમસ્ત આદિવાસી એકતા સંગઠનના કાર્યકરો તથા આદિવાસી પરીવારના લોકોએ પાટણ કલેક્ટર કચેરીએ ભેગા થઈ ઉગ્ર વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...