તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:અમદાવાદના મેમ્કોમાં રેલવે અને AMC વચ્ચે સંકલનના અભાવે સ્થાનિકોનો મરો, કચરો ન હટાવાતા ગંદકીથી ઘરે ઘરે માંદગી

અમદાવાદ16 દિવસ પહેલા
શક્તિનગર પાસે કચરો અને ગંદકીની સ્થિતિ
  • AMC અને રેલવેના અધિકારીઓ એકબીજા પર દોષ ઢોળીને હાથ અધ્ધર કરી રહ્યા છે

શહેરના મેમ્કો વિસ્તારમાં શકિતનગર પાસે અસહ્ય દુર્ગંધ મારતા કચરા અને ગંદકીને લઈને સ્થાનિક શકિતનગરની શેરી લાઈન નંબર 1 થી 10ના નાગરિકો ત્રસ્ત બન્યા છે. જ્યારે આ જ શકિતનગર પાસે રેલવેના પાટા અને દીવાલ આવેલી છે. AMC અને રેલવેની બંને હદ અહીંથી પસાર થતી હોવાથી કચરો હટાવવા બંને વિભાગની વચ્ચે સંકલનના અભાવે સ્થાનિકોની આ સમસ્યાઓનો કોઈ નિકાલ નથી આવતો.

અધિકારીઓએ એકબીજા પર દોષ ઢોળી હાથ અધ્ધર કર્યા
સ્થાનિકો આ અંગે અવારનવાર રજૂઆતો કરી ચૂક્યા હોવા છતા બંને વિભાગના અધિકારીઓએ એકબીજા પર દોષ ઢોળી હાથ અધ્ધર કરી રહ્યા છે. તેનો ભોગ સ્થાનિક નાગરિકોને બનવું પડી રહ્યુ છે. તેમના વિસ્તારમાં ઘેર ઘેર માંદગીના ખાટલા થઈ રહ્યા છે. લોકો ઘરે સારવાર લઈ રહ્યા હોવા ઉપરાંત ખાનગી અને સરકારી દવાખાનાઓમાં સંખ્યાબંધ નાગરિકો સારવાર માટે દાખલ છે.

સ્થાનિકોએ અવાર-નવાર રજૂઆતો કરી છતાં સમસ્યા ઉકેલાતી નથી.
સ્થાનિકોએ અવાર-નવાર રજૂઆતો કરી છતાં સમસ્યા ઉકેલાતી નથી.

કચરાનો નિકાલ નહીં થાય તો સમગ્ર વિસ્તાર રોગચાળામાં ભરડાશે
સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર તેમની સામે નજર સુદ્ધા કરતું નથી. સ્થાનિકોને આશંકા છે કે, જો આ કચરા અને ગંદકીનો તાકીદે નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળામાં આખો વિસ્તાર સપડાઈ જશે અને નાગરિકો હાલાકીમાં મુકાશે તે અલગ.