તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂબંધીનો ભંગ:અમદાવાદના નારોલમાં દેશી દારૂનું વેચાણ ચાલતું હોવાનો વીડિયો વાઇરલ, મોટી સંખ્યામાં દારૂડિયા દારૂ પીતાં નજરે પડે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને વહીવટદારના પરમિશનથી મહિલા બુટલેગર સ્ટેન્ડ ચલાવતી હોવાની ચર્ચા

રાજ્યમાં દારૂબંધીની વાતો થઈ રહી છે જેની વચ્ચે અમદાવાદ શહેરમાં બેફામ દેશી દારૂનું વેચાણ શરૂ થઈ ગયું છે. અમદાવાદના નારોલ ગામમાં દેશી દારૂનું મોટાપાયે વેચાણ થતું હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં દારૂ પીતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ ખુલ્લેઆમ પૈસા લઈ અને દેશી દારૂની થેલીઓ આપતો નજરે પડે છે. બેફામ રીતે નારોલ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જ્યારે નારોલ પીઆઇ શકિતસિંહ ગોહિલનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યા ન હતા. DCP એ.એમ.મુનિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વીડિયો મને મોકલો હું તપાસ કરાવી લઉં છું.

મહિલા બુટલેગર દેશી દારૂનું જાહેર સ્ટેન્ડ ચલાવે છે
અમદાવાદ શહેરમાં દેશી દારૂ- જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવા છતાં નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ શકિતસિંહ ગોહિલ અને તેમના વહીવટદારના રહેમનજર હેઠળ મોટપાયે દેશી દારૂનું જાહેર સ્ટેન્ડ શરૂ થઈ ગયું છે. આવા જાહેર સ્ટેન્ડ શરૂ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. DCP એ.એમ.મુનિયા, એસીપી આર.બી. રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખી સ્ટેન્ડ ચાલુ કરવાની પરમિશન આપી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ વાઇરલ વીડિયોમાં જે દેશી દારૂનું જાહેર સ્ટેન્ડ ચાલે છે તે કોઈ મહિલા બુટલેગરનું છે અને ત્યાં દિવસ દરમ્યાન અનેક લોકો દારૂ પીવા આવે છે.

તાજેતરમાં PCB અને DCPના સ્ક્વોડની વિવિધ સ્થળે રેડ
નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ અનેક આક્ષેપો થયા છે. દેશી દારૂના અડ્ડાઓ અને જુગાર પણ બેફામપણે ચાલે છે. તાજેતરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં PCB દ્વારા અને DCPના સ્ક્વોડ દ્વારા રેડ કરી અને દેશી દારૂઓના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે. ત્યારે PCB અને ક્રાઈમ બ્રાન્ચે પણ આ વિસ્તારમાં દરોડો પાડે તો મોટી સંખ્યામાં દેશી દારૂ અને જુગારના અડ્ડાઓ મળી આવે તેમ છે. પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પીઆઇ અને તેમના વહિવટદારો દેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલવા દેવાની પરમિશન આપતા હોય છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં વહીવટદારો અંગે તપાસ કરે તો ઘણા પોલીસ સ્ટેશનમાં લાખોના વહીવટ બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો