તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી મહાનગર પાલિકા, નગર પાલિકાઓની અને પંચાયતોની ચૂંટણીને લઈ હાલ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સી.આર.પાટીલથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્યો સહિતના આગેવાનો હાલ શેરીઓ ખુંદી રહ્યાં છે. જો કે આ પ્રચાર જંગ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ પ્રમુખનો પત્ર લખ્યો છે. આમ તેમણે પત્રના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ
પીએમ મોદીએ આ પત્રમાં પેજ પ્રમુખોને સંબોધોની લખ્યું કે, પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન-ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થાય છે. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના સુદ્રઢ થાય છે. લોકોની સમસ્યા અને પ્રશ્નોને સમજવા લોકો વચ્ચે જવું અને વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરવાની પ્રક્રિયા આ કડી મજબૂત બનાવે છે અને વિકાસગાથાના નવા નવા પ્રકરણો ઉમેરી શકાય છે. 15 લાખ પેજ સમિતિ દ્વારા 2.25 કરોડ મતદારો સુધી પહોંચવાનું એક ભગીરથ કાર્ય એક એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે એવું અભિયાન છે.
લોકશાહીનો ધબકાર મતદાર હોય છે. પેજ કમિટી-મહાજન સંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે અને આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને સમજવી અને એના પર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.
ગુજરાત અને ભારતીય જનતા પક્ષનો આરંભથી જ અતૂટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર સદૈવ માતૃત્વવત નિઃશ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે. ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સૂત્ર જ નહીં ભાજપ ગુજરાતના સંબંધની હ્રદયની છબિ છે. મને ખારતી છે કે, પરસ્પર વિશ્વાસની આ ગંગા નિરંતર વહેતી રહશે. મહાભારતમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણા માટે છેવાડાના માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવું લક્ષ્ય હોવું જોઈએ.
મહાનગર પાલિકા-પંચાયતી રાજની ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વની નિમિત્તે શુભકામના. સંકલ્પબદ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે સૌ ન્યૂ ઈન્ડિયાની યાત્રામાં સહભાગી થઈએ.
પુનઃ સૌ કાર્યકર મિત્રોનું અભિવાદન કરું છું અને ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.
ભારત માતાકી જય
પ્રધાનમંત્રીનો પત્ર પેજ કમિટીના સભ્ય સુધી પહોંચી જશે
ભાજપના પ્રદેશ પ્રમુખે પેજ કમિટી અંગે જણાવ્યું કે, પેજ કમિટીને શરૂઆત કરતા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે, તેમાં અનેક વિવિધતા આવી છે. પેટાચૂંટણીમાં તેનાથી ખૂબ સફળતા મળી છે. માત્ર ચૂંટણી માટે નહીં પણ દરેક યોજના લોકો સુધી પહોંચાડવામાં આવે તે પ્રકારે પ્રયાસ કરવામાં આવશે. સરકારની યોજના માટે એપ્લિકેશન ડાઉન લોડ કરવામાં આવે છે. પેજ કમિટીમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ છે, પહેલા તેઓ પેજ પ્રમુખ છે પછી બાકીના હોદ્દા છે. પ્રધાનમંત્રીનો પત્ર પેજ કમિટીના સભ્ય સુધી પહોંચી જશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પેજ પ્રમુખ અને વ્યવસ્થાનો ખૂબ લાભ મળશે.
પેજ-પ્રમુખ એટલે શું???
ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે, આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે, સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.