વિધાનસભાની સેમિફાઇનલ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 6 મહાનગરપાલિકા માટે 21મી અને નગરપાલિકા-પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન, રાજ્યમાં આજથી આચારસંહિતા લાગુ

અમદાવાદએક વર્ષ પહેલા
  • રાજ્યભરમાં આચારસંહિતા અમલી નવી ભરતી, નિમણૂકો પર હવે રોક
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મનપાની ચૂંટણી
  • છેલ્લા દસ દિવસથી ભાજપ સરકારે ઉદઘાટનો, નિર્ણયો અને નીતિવિષયક જાહેરાતોની ભરમાર લગાવી દીધી
  • ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પણ રણનીતિ ઘડવામાં વ્યસ્ત
  • આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસનું માપ નીકળશે

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

આ પહેલા દિવ્યભાસ્કરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવા અંગે સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે અક્ષરશઃ સાચો પડ્યો છે.

મનપાના પરિણામો પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીને પ્રભાવિત કરી શકે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જેથી મનપાના પરિણામો જાહેર થઈ જશે. જેની અસર પંચાયતોની ચૂંટણી પર થઈ શકે છે.

21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.

અલગ અલગ મતગણતરીના નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશુંઃ અમિત ચાવડાનું ટ્વિટ
સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ 2015માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરી છે.ચૂંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું.

મનપાજિલ્લા/તા.પંચાયત/નગરપાલિકા
જાહેરનામું પ્રસિદ્ધ થશે1-2-20218-2-2021
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ6-2-202113-2-2021
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ8-2-202115-2-2021
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ9-2-202116-2-2021
મતદાન21-2-202128-2-2021
ફેરમતદાન (જરૂર પડે તો)22-2-20211-3-2021
મતગણતરી23-2-20212-3-2021
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ26-2-20215-3-2021

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રકિયા પૂરજોશમાં
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદ્ઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેની સાથે સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ફેસશીલ્ડ, માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કુલ 6,590 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાસંખ્યાવોર્ડસંખ્યાબેઠકોભાજપકોંગ્રેસઅન્ય
મહાનગરપાલિકા61445763851838
નગર પાલિકા566802,088984587517
જિલ્લા પંચાયત31988988292472224
તાલુકા પંચાયત2314,7784,7781,7182,102958
કુલ3246,5908,4303,3793,3441,707

​​​​​​3.89 લાખ કર્મચારીઓ-પોલીસ ઇલેક્શન ડ્યુટીમાં જોડાશે

વિગતમહાપાલિકાનગરપાલિકાજિલ્લાપંચાયતતાલુકા પંચાયતકુલ
વોર્ડ14468098047736577
બેઠકો576272098047739049
મતદારો1.23 કરોડ46.89 લાખ---2.50 કરોડ4.09 કરોડ
મતદાન મથકો114774,848-----31,37047,695
સંવેદનશીલ મથકો38511,400----6,44311,694
અતિ સંવેદનશીલ મથકો1656959----35326147
ઇવીએમ139466990-----7078091716
કર્મચારીઓ6223627948----193863284047
પોલીસ સ્ટાફ312309714----64500105444

​​​​​​​અમદાવાદઃ 48 વોર્ડ અને 192 બેઠક

સીમાંકન બાદ અમદાવાદ મનપામાં હાલના 48 વોર્ડ અને 192 કોર્પોરેટરોની બેઠક યથાવત્ રહી છે. નવા ભળેલા બોપલ ઘુમા નગરપાલિકા અને ઔડાના વિસ્તારોનો હાલના વોર્ડમાં સમાવેશ કરાશે. તે જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકામાં પણ આ જ સ્થિતિ રહેશે.

સુરતઃ 30 વોર્ડ અને 120 બેઠકો, મહિલાઓ માટે 60 બેઠક અનામત
નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે. મનપાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

VMCમાં ST અને SCની અનામત બેઠકોમાં ફેરફાર
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉના 19 વોર્ડ અને 76 બેઠક જ યથાવત રાખવામાં આવી છે. જોકે નવા સીમાંકન બાદ 40થી 50 હજાર મતદારોનો વધારો થશે. વડોદરા મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અત્યારે 87 હજારની આસપાસ મતદારો છે. હાલ અનુસૂચિત જાતીની અનામત 5 બેઠકો છે. જેમાં 2 મહિલા અને 3 પુરૂષ માટે અનામત બેઠકો હતી. જોકે હવે નવા સિમાંકન પ્રમાણે 3 મહિલા અને 2 પુરૂષ માટે બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતી માટે 3 બેઠકો અનામત છે. જે પૈકી બે પુરૂષ માટે અને એક મહિલા માટે અનામત હતી. જોકે હવે નવા સીમાંકન બાદ 2 મહિલા અને 1 પુરૂષ માટે અનામત બેઠક જાહેર કરાઇ છે.

રાજકોટ મહાનગર પાલિકાઃ 18 વોર્ડ અને 72 બેઠકો યથાવત, 13 બેઠક અનામત
રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામત છે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7માં 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. 1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.

જામનગર મહાનગર પાલિકાઃ 16 વોર્ડ અને 64 બેઠક
જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

ભાવનગર મહાનગર પાલિકાઃ 13 વોર્ડ અને 52 બેઠક
ભાવનગરમાં 13 વોર્ડ પર 52 બેઠક યથાવત છે. જેમાં 52 બેઠક પૈકી 3 SC માટે અને તેમા 2 SC મહિલાઓ માટે બેઠક રહેશે. 5 બેઠક પછાત વર્ગ માટે રહેશે. જેમાં 3 મહિલા માટે અનામત રહેશે. તેમજ 26 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

કર્મચારીઓની રજા રદ, બદલી પર પણ રોક
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની રજા મંજૂર નહીં કરવા અને બદલીઓ નહીં કરવા ચૂંટણી આયોગ દ્વારા આદેશ અપાયો છે. સરકારી સેવાઓમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં તેમજ મતદારો પ્રભાવિત થાય તેવી કોઇપણ જાહેરાત કે વચનો આપી શકાશે નહીં. નાણાકીય ગ્રાન્ટ કે તેની જાહેરાત થઇ શકશે નહીં.

નેતાઓને પ્રવેશબંધી!

વિસનગર તાલુકના ભાન્ડુ ગામમાં વિકાસના કામો ન થતા નારાજ ગ્રામજનોએ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશની મનાઈ ફરમાવતું બેનર લગાવ્યું હતું.
વિસનગર તાલુકના ભાન્ડુ ગામમાં વિકાસના કામો ન થતા નારાજ ગ્રામજનોએ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશની મનાઈ ફરમાવતું બેનર લગાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...