પાલડીની એક કંપનીના માલિકની ધરપકડ:નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિના આધારે લોન રિકવરીમાં નોકરી આપવાનું કૌભાંડ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલડીની એક કંપનીના માલિકની ધરપકડ , 8 કર્મચારીના પીવીસી બનાવ્યા હતા

બેંકોમાંથી લોન લઈને ભરપાઈ નહીં કરનારા ડિફોલ્ડરો પાસેથી પૈસા વસૂલ કરવા માટે બેંકો રીકવરી એજન્સીઓને કામ સોંપે છે. આવી જ એક રિકવરી એજન્સીના માલિકે નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટના આધારે 8 કર્મચારીઓને નોકરી રાખ્યા હતા. જો કે એસઓજીની ટીમે બાતમીના આધારે એજન્સીની ઓફિસમાં દરોડો પાડીને માલિકની ધરપકડ કરી હતી.

નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટના આધારે નોકરીએ રાખ્યા
વીએસ હોસ્પિટલ સામે મહાકાંત કોમ્પ્લેક્ષના સાતમા માળે એસ.આર.સર્વિસિસ નામની ઓફિસ આવેલી છે. આ કંપની જુદી જુદી બેંકોની લોનની રિકવરી કરવાનું કામ કરે છે. જો કે આ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓએ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કઢાવવું ફરજીયાત છે. તેમ છતાં કંપનીના માલિક સંદિપ સિધ્ધીનાથ પાંડે(36) (સાસ્વત મહાદેવ, વસ્ત્રાલ) એ નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટના આધારે કર્મચારીઓને નોકરી રાખ્યા હોવાની માહિતી એસઓજીના અધિકારીને મળી હતી.

કોલ સેન્ટર અને લોન રિકવરી ડિપાર્ટમેન્ટમાં કુલ 8 કર્મચારી નોકરી કરતા
જેના આધારે પીઆઈ જે.વી.રાઠોડે ટીમની સાથે સંદિપની ​​​​​​​ઓફિસમાં તપાસ કરી હતી. જેમાં સંદિપની ઓફિસમાં ચાલતા કોલ સેન્ટર અને લોન રિકવરી ડિપાર્ટમેન્ટમાં કુલ 8 કર્મચારી નોકરી કરતા હતા. પોલીસે તે તમામના પોલીસ વેરિફિકેશ સર્ટિફિકેટ ચેક કરતા તમામ નકલી હોવાનું જાણવા મળ્યું હતુ.