હેલ્પલાઈન મદદે આવી:અમદાવાદમાં એકલવાયુ જીવન જીવતા કરોડપતિ વૃદ્ધા હોસ્પિટલે દવા લેવા ગયા, ઘરનો રસ્તો ભૂલી જતાં એક દિવસ બહાર બેસી રહ્યાં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેલ્પલાઈનની ટીમે વૃદ્ધાનું ઘર શોધ્યું - Divya Bhaskar
હેલ્પલાઈનની ટીમે વૃદ્ધાનું ઘર શોધ્યું
  • જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈન 181ને જાણ કરતા સહી સલામત ઘરે પહોંચાડ્યા
  • પગમાં ઈજા પહોંચી હોવાથી હેલ્પલાઈનની ટીમે સારવાર આપી

આજના યુગમાં લોકો પાસે પૈસા છે પણ પોતાના જ સગા વહાલા નથી હોતા જેના કારણે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો મુશ્કેલીમાં મુકાય છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એકલા રહેતા કરોડપતિ વૃદ્ધા દવા લેવા માટે એકલા ઘરની બહાર નીકળ્યા હતા. જો કે હોસ્પિટલ બહાર પોતે ઘરનો રસ્તો ભૂલી ગયા હતા જેથી એક દિવસથી બહાર બેસી રહ્યા હતા. જાગૃત નાગરિકે અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે મહા મહેનતે તેઓનું ઘર શોધી તેમને ઘર સુધી પોહચાડી અને એકલા ઘરની બહાર ન નીકળવા જણાવ્યું હતું. ભારત બહાર રહેતા તેમના પરિચિત અને સગાઓને પણ આ બાબતે જાણ કરી હતી.

ઘરનો રસ્તો ભૂલી ગયેલા વૃદ્ધાને પગમાં ઈજા થઈ હતી
મહિલા હેલ્પલાઇન અભયમ 181માં જાગૃત નાગરિકે ફોન કર્યો હતો કે એક વૃદ્ધ મહિલા હોસ્પિટલની બહાર એક દિવસથી બેઠા છે. બિનવારસી અને માનસિક અસ્વસ્થ જણાય છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોતા બહેનને પગમાં વાગ્યું હતું જેથી પહેલા first ad kitથી સારવાર કરી પૂછતાં તેઓ પગની દવા લેવા આવ્યા હતા પરંતુ ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. લખુડી તળાવ આસપાસ એક સોસાયટીમાં ત્રણ માળનાં બંગલામાં રહે છે અને ઘરે કામવાળી આવે છે.

વૃદ્ધ મહિલાના બધા સગાઓ વિદેશમાં રહે છે
આ વૃદ્ધ મહિલાના બધા સગાઓ વિદેશમાં રહે છે. તેઓ થોડું ભૂલી જવાની આદતના કારણે વ્યવસ્થિત જવાબ આપી શકતા ન હતા એવું જણાવ્યું હતું. હેલ્પલાઇનની ટીમને હકીકત સાચી ન લાગતા તેમના હોસ્પિટલની ફાઇલ પર જોયું હતું જો કે એમાં એડ્રેસ હતું નહીં. હેલ્પલાઇનની ટીમે મહિલાનું ઘરનું એડ્રેસ શોધવા બે દિવસ પહેલા દવા લીધી હતી તેનું બિલ મળ્યું હતું. જેના પરથી તેઓએ કહેલી જગ્યા સાચી જણાઈ હતી.

હેલ્પલાઈનની ટીમે સગાઓને જાણ કરી
હેલ્પલાઈનની ટીમે આસપાસ તપાસ કરી છતાં ઘર મળ્યું ન હતું. એક સોસાયટી પાસેથી પસાર થતા જ વૃદ્ધા કૂદી પડ્યા અને સોસાયટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ સોસાયટીમાં ત્રણ માળનો બંગલો હતો. આસપાસના પડોશીઓને પૂછતાં તેઓ અહીંયા રહે છે અને તેમના સગાંવહાલાંને પણ જાણ કરી હતી. વૃદ્ધ મહિલા પાસે પૈસા તો બહુ હતા પરંતુ તેમને સાચવવાવાળું ન હોવાથી એકલા રહેતા હતા અને રસ્તા ભૂલી જતા એકલા પડી ગયા હતા. હેલ્પલાઇનની ટીમે તેમની મદદ કરી ઘરે પહોંચાડ્યા હતા.