તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રથયાત્રા@143:અમદાવાદમાં બપોર બાદ ભક્તોની સંખ્યામાં ઘટાડો, ઘરે બેઠા જ ભગવાન જગન્નાથના દર્શન કર્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યાં
 • જગન્નાથજીનો રથ મંદિર પરિસરમાં જ ફર્યો, પરિક્રમા વખતે બલરામનો મુગટ નીચે પડી ગયો
 • બહેન સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો
 • સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી, ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો
 • ભક્તોને થર્મલ ગનથી ચેક કરી મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો

મહામારી કોરોનાને કારણે આજે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી છે. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યાં છે.

દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થયું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફર્યો હતો. રથ ફેરવતી વખતે બલરામનો મુગટ નીચે પડી ગયો હતો. 10 મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી હતી. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોને મંદિરમાં દર્શન માટે લાઈનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. થર્મલ ગનથી ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 9.30 વાગ્યે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જમાલપુર બ્રિજ તેમજ હાથિખાના તરફથી બેરીકેડ ખોલી દેવામાં આવ્યા છે.

આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી
દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે. રથયાત્રા માટે હાલ 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. 

10 મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી
10 મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી

મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ગત વર્ષે જગન્નાથ મંદિર પાસે ભક્તોનું કીડીયારું ઉભરાતું હતું આ વખતે માત્ર પોલીસ જ પોલીસ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારબાદ પોલીસે રથને કોર્ડન કરી લીધો છે. હાલ રથને રોકી લીધા બાદ મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસવડા શિવાનંદ ઝાએ ઓફિસમાં ચર્ચા કરી હતી. રથને મંદિરના ગેટ સુધી લઈ જઈ પરત લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ રથને મંદિરના ગેટ સુધી નહિ લાવવા દેવાના મૂડમાં હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરેથી 7.10 રવાના થઈ ગયા હતા.

10 મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી
10 મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી
ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રને રથમાં બેસાડવામાં આવ્યાં
ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રને રથમાં બેસાડવામાં આવ્યાં
30 મિનિટથી ગૃહ રાજ્યમંત્રી અને મહંત દિલીપદાસજી અને પોલીસવડા વચ્ચે બેઠક ચાલી છે
30 મિનિટથી ગૃહ રાજ્યમંત્રી અને મહંત દિલીપદાસજી અને પોલીસવડા વચ્ચે બેઠક ચાલી છે

સમયાનુસાર કરવામાં આવેલી વિધિ

 • 4.00 વાગ્યે ભગવાનની મંગળા આરતી
 • 4.30 ભગવાનના પાટા ખોલવામાં આવ્યા
 • 4.45 વાગ્યે ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
 • 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
 • 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
 • 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા
 • 6.59 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી
 • 7.02 મુખ્યમંત્રી રૂપાણીએ રથ ખેંચી રથપ્રસ્થાન કરાવ્યું
ત્રણેય રથ પ્રસ્થાન કરવા માટે તૈયાર
ત્રણેય રથ પ્રસ્થાન કરવા માટે તૈયાર
ગજરાજો પણ રથયાત્રામાં જોડાવા માટે તૈયાર
ગજરાજો પણ રથયાત્રામાં જોડાવા માટે તૈયાર

વહેલી સવારે મહંતે મંગળા આરતી કરી પાટા ખોલ્યાં
વહેલી સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે, મંગળા આરતી માટે ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા નહોતા. ત્યારે પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. આ વર્ષે કૃષ્ણભક્તોએ ભગવાનના ઘરે બેઠાં જ ટેલિવિઝનના માધ્મયથી લાઇવ દર્શન કરવા પડશે.

સવારે 4.30 વાગ્યે ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યાં
સવારે 4.30 વાગ્યે ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યાં
સવારે 4 વાગ્યે મહંત દિલિપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી
સવારે 4 વાગ્યે મહંત દિલિપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી

હાઇકોર્ટે મોડી રાત્રે સરકારની અરજી ફગાવી
આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શક્યા નથી. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હાઇકોર્ટ આ વિશે જણાવતા કહે છે કે, ‘આવી મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે છે.’ હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. પરંતુ, મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો