અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાઇ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સાહિત્ય રસિકો ભાગ લેશે. સામાન્ય રીતે લિટરેચર ફેસ્ટિવલ શિયાળાની ઋતુમાં યોજાતો હોય છે, પરંતુ કોરોનાના કારણે બે વર્ષ સુધી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થઈ શક્યું ન હતું. જેથી આ વખતે નવા સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સમયગાળા દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું છે. GLF આ અગાઉ અમદાવાદમાં છ વખત અને વડોદરામાં બે વખત યોજાઈ ચૂક્યો છે.
સાહિત્ય સાથે ફિલ્મ, ઓટીટી અને સોશિયલ મીડિયા પ્રવાહો પર વિશેષ સત્ર
અમદાવાદમાં લિટરેચર ફેસ્ટિવલના નવમા એડિશનની આજથી શરૂઆત થઇ છે. 13 થી 15મે સુધી ચાલનાર લિટરેચર ફેસ્ટિવલમાં 100થી વધુ વક્તાઓ, લેખકો, અને કલાકારો 50 અલગ-અલગ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. આ વખત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)ના નેજા હેઠળ પાંચ થીમ પર ફેસ્ટિવલ યોજાશે.
આ અનોખા ફેસ્ટિવલમાં લેખકો માટે સૌથી મોટું મંચ, ગુજરાતના વિવિધ ક્ષેત્રોના સાહિત્યની ઝલક, કવિતા પર ખાસ કાર્યક્રમો, ઉગતા નવલકથાકારોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકો પર સત્ર, ગુજરાતી સાહિત્ય પ્રકાશિત કરતા ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે વાર્તાલાપ યોજાશે. આ વખતે લિટરેચર ફેસ્ટિવલની ખાસિયત એ છે સાહિત્યની સાથે ફિલ્મ, ઓટીટી અને સોશિયલ મિડિયાના પ્રવાહો પર વિશેષ સત્ર નું આયોજન કરવામાં આવ્યું છે.
2 હજારથી વધુ પુસ્તકોની પુસ્તક પરબ મૂકાઈ
લિટરેચર ફેસ્ટિવલના આયોજક જુમાના શાહે જણાવ્યું કે, લિટરેચર ફેસ્ટિવલના આયોજન થકી યુવા લેખકો પ્રેરાઇ રહ્યા છે. જે માત્ર સોશિયલ મીડિયા પર પોતાની અભિવ્યક્તિ રજૂ કરતા હતા, તેઓને પુસ્તકમાં સ્વરૂપમાં લખવા માટે પ્રેરણા મળી છે. આ વખતે લિટરેચર ફેસ્ટિવલ એક પુસ્તક પરબ મૂકવામાં આવી છે, કે જ્યાંથી સાહિત્ય રસિકો અને વાંચનનો શોખ ધરાવનાર લોકો પુસ્તક વિનામૂલ્યે લઇ શકશે. જો તેમની પાસે કોઈ પુસ્તક હોય તો તે અહીં જમા કરાવી શકશે. અંદાજે 2 હાજર પુસ્તકો અહીં મૂકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.