તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની મેરેથોન બેઠકો ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસે આજે (2 ફેબ્રુઆરીએ) અમદાવાદ મહાનગરપાલિકાના 10 વોર્ડના ઉમેદવારોની યાદી જારી કરી હતી. જો કે તેમાં નારણપુરા વોર્ડમાં માત્ર 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. અમદાવાદ માટે 192માંથી 38 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા હતા.
કયા કયા વોર્ડના ઉમેદવારો જાહેર કરાયા
કોંગ્રેસ દ્વારા આજે 2 ફેબ્રુઆરીએ ગોતા, ચાંદલોડિયા, રાણીપ, નવા વાડજ, ઘાટલોડિયા, નરોડા, થલતેજ, વાસણા, નવરંગપુરાની આખી પેનલ જાહેર કરી હતી. જ્યારે નારણપુરા વોર્ડમાં માત્ર 2 જ ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યાં 2 ઉમેદવાર બાકી રાખ્યા છે.
કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલું લિસ્ટ
કોંગ્રેસે 10 વોર્ડના 38 ઉમેદવારની યાદી જાહેર કરી
ગોતા-વોર્ડ નં.1
1) પુષ્પાબેન જીતેન્દ્રભાઇ પરમાર
2) કુસુમબેન હરેશભાઇ ભાવસાર
3) દિનેશભાઇ લલ્લુભાઇ દેસાઇ
4) અંકિતભાઇ પ્રવીણભાઇ પટેલ
ચાંદલોડિયા-વોર્ડ નં. 2
1) મનીષાબેન જીતેન્દ્રભાઇ ઠાકોર
2) ભારતીબેન વિકીભાઇ પંચાલ
3) સંજયભાઇ રસિકભાઇ શેઠ
4) શૈલેષભાઇ મનુભાઇ પંચાલ
રાણીપ-વોર્ડ નં.5
1) મીનાબેન બિપીનભાઇ પંચાલ
2) નીતાબેન ઉમેશકુમાર પટેલ
3) પ્રવીણકુમાર નટવરભાઇ પટેલ
4) અશ્વિનભાઇ શંકરભાઇ પરમાર
નવા વાડજ-વોર્ડ નં. 6
1) પુષ્પાબેન આનંદકુમાર પરમાર
2) અમીબેન નીરવકુમાર શાહ
3) મહેન્દ્રભાઇ ઇશ્વરલાલ પટેલ
4) કમલેશભાઇ કાંતિભાઇ પટેલ
ઘાટલોિડયા -વોર્ડ નં. 7
1) પૂજાબેન લાલજીભાઇ પ્રજાપતિ
2) લોપાબેન ચિરાગભાઇ શાહ
3) રૂપેશભાઇ અરવિંદભાઇ પટેલ
4) સુનિલભાઇ કાનજીભાઇ ઠાકોર
થલતેજ - વોર્ડ નં. 8
1) ખ્યાતિબેન તલાસકુમાર પટેલ
2) પારૂલભાઇ ગંગારામભાઇ પરમાર
3) દર્શીલભાઇ ઘનશ્યામભાઇ ગઢવી
4) હિતેશભાઇ ગોવિંદભાઇ પટેલ
નારણપુરા - વોર્ડ નં.9
1) સિધ્ધાર્થભાઇ એ. સોની
2) પ્રવીણભાઇ મથુરદાસ પટેલ
નરોડા - વોર્ડ નં. 12
1) નીતાબેન ડી. વિસાવડિયા
2) સીતાબેન નવીનચંદ્ર પટેલ
3) કિરીટભાઇ બળદેવભાઇ મેવાડા
4) મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ગોહિલ
નવરંગપુરા - વોર્ડ નં. 18
1) વૈશાલીબેન પ્રણવભાઇ સોની
2) બાગેશ્રી રવિભાઇ ગાંધી (ડોલી મોદી)
3) તેજસકુમાર ભાનુભાઇ વણોલ
4) જયકુમાર વિનોદભાઇ પટેલ
વાસણા - વોર્ડ નં. 31
1) પૂનમબેન હસમુખભાઇ દંતાણી
2) તૃપ્તિબેન પ્રવીણચંદ્ર રાવલ
3) વિનુભાઇ બી. ગોહિલ
4) ભાવિનભાઇ ભરતભાઇ શાહ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.