દારૂબંધીના ધજાગરા:સરદારનગરમાં દારૂનો જથ્થો એક ગાડીમાંથી બીજીમાં ટ્રાન્સફર હતો ને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી, એકની ધરપકડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ મોનિટરિંગ સેલે સરદારનગરમાં દારૂના કટિંગને ઝડપી પાડ્યું - Divya Bhaskar
સ્ટેટ મોનિટરિંગ સેલે સરદારનગરમાં દારૂના કટિંગને ઝડપી પાડ્યું
  • સ્થાનિક પોલીસ સરદારનગરમાં દારૂનું કટિંગથી અજાણ અને ગાંધીનગરની ટીમે રેડ કરી
  • 1049 બોટલ દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 6.92 લાખનો મુદ્દામાલ પકડાયો

રાજ્યમાં હાલ દારૂ જુગારના અડ્ડા પર અંકુશ લાવવાં માટે રાજ્ય સરકારે આદેશ કર્યા છે. પરંતુ સરદારનગર વિસ્તારમાં આવેલા દારૂ-જુગારના અડ્ડા એમાંથી બાકાત હોય તેવું સતત સામે આવી રહ્યું છે. અહીંયા સ્થાનિક પોલીસના સ્ટાફ સિવાય પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને હવે વિજિલન્સને પણ અહીંયા દારૂ જુગાર ચાલતો હોવાની જાણ થઈ છે. વહેલી સવારે અહીંયા દારૂનો જથ્થો એક ગાડીમાંથી બીજામાં ટ્રાન્સફર કરતા હતા. તે સમયે જ વિજિલન્સની ટીમે રેડ કરીને એક આરોપી અને લાખોની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી લીધો છે.

1049 દારૂની બોટલ અને ગાડી સહિત 6.92 લાખનો મુદ્દામાલ સેલે ઝડપ્યો
1049 દારૂની બોટલ અને ગાડી સહિત 6.92 લાખનો મુદ્દામાલ સેલે ઝડપ્યો

વિજિલન્સે રેડ કરી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ કેટલાક ગુનેગારો અને બુટલેગર પોતાની મરજી પ્રમાણે વર્તન કરતા હોય છે. પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. શહેરના સરદારનગર વિસ્તારમાં થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચ ત્યાર બાદ પીસીબી અને હવે વિજિલન્સે રેડ કરીને દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

દારૂની કટિંગ કરતા એક શખ્સને સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે
દારૂની કટિંગ કરતા એક શખ્સને સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે

સરદારનગરમાં કટિંગ થતું હોવાની બાતમી હતી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સરદારનગરમાં વહેલી સવારે રોજ દારૂની ગાડીઓનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે આજે વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેવલ કચોરીની ગલી કુબેરનગર પાસે એક ગાડીમાંથી અન્ય વાહનોમાં દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી લીધો હતો. આ ગાડીમાં 1049 બોટલ દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 6 લાખ 92 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...