તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ વિસ્તરમાં દારૂ-જુગારની જગ્યાના વીડિયો વાયરલ થયાં છે. જેમાં માધુપુરા, દરિયાપુર બાદ હવે વટવા અને વટવા જીઆઈડીસીની આસપાસનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દારૂ વેંચતા અને પીતા લોકો દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ ગુનેગારો સાથે જો કોઈ પોલીસકર્મીનું કનેકશન કે સબંધ નીકળશે તો તેની સામે પણ અલગ કાર્યવાહી કરવામાં આવશે.
વટવામાં દારૂ વેચાતો વીડિયો વાઈરલ
આજે અમદાવાદના વટવા-વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક ફેક્ટરીના પાછળના ભાગમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સાથે પોલીસ સામે આક્ષેપ કરતું લખાણ પણ હતું. આ સમગ્ર વીડિયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
દારૂની થેલીઓ લઈને જતા દેખાઈ વ્યક્તિ
વીડિયોમાં એક જગ્યાએ દારૂની થેલીઓ લઈને જતા દેખાય છે. જ્યારે બીજી જગ્યાએ લોકો ટોળે વળીને દારૂ પીતા પણ જોવા મળે છે. હાલ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આવી જગ્યાએ લોકો એકઠા થાય તો કોરોનાને કારણે લોકો મોતના મુખમાં જઇ શકે છે. આ વિસ્તારમાં ગુનેગાર અને પોલીસ વચ્ચે રાજ નામનો વ્યક્તિ સતત સક્રિય હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. જે અંગે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક વિગતો સામે આવી શકે છે.
સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ
આ વાઈરલ થયેલો વીડિયો ક્યારનો છે અને કઈ જગ્યાનો તે અંગે સેકટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર ગૌતમ પરમારે જણાવ્યું કે, "આ વીડિયો મારા ધ્યાન પર આવતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ અંગે સ્થાનિક પોલીસ અધિકારી પાસે રિપોર્ટ મગાવું છું."
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.