સેવા:લાયન્સે 35 કેન્સરગ્રસ્ત બાળકોને દત્તક લીધા, 500 પરિવારોને માસ્ક અને સેનેટાઈઝર

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ અમદાવાદ સાઉથ દ્વારા અવાર-નવાર જુદા-જુદા પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરવામાં આવતી હોય છે. જેમાં આ વખતે ખાસ કરીને કેન્સગ્રસ્ત બાળકોની મદદ કરવામાં આવી હતી. લાયન્સ દ્વારા 35 કેન્સરગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. એક વર્ષ માટે આ બાળકો અત્યાર પૂરતા દત્તક લેવામાં આવ્યા છે. આ બાળકોની દેખરેખ, સારવાર વગેરે લાયન્સ સાઉથ અમદાવાદ દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત લાયન્સ ક્લબ અમદાવાદની વર્ષ દરમિયાનની અન્ય એક્ટિવિટી પણ ચાલુ રહે છે. જેમને આ વખતે કોરોના જેવા કપરાકાળમાં 100 પરિવારોને અનાજની કિટ આપી હતી. આ ઉપરાંત સેફ્ટી માટે 500 પરિવારોને માસ્ક અને સેનેટાઇઝર પણ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...