અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કેટલાક વિસ્તારોમાં પાણી પુરી પાડતા જાસપુર વોટર વર્ક્સમાં શટડાઉન કરી 1600 MMની લાઇનનું આજે રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતાં 8 વિસ્તારોમાં સાંજે પાણી મળશે નહીં.
આ વિસ્તારોને સાંજે પાણી નહીં મળશે
આ વિસ્તારોમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, ચાંદલોડિયા,ગોતાનો સમાવેશ થાય છે. આવતીકાલે સવારે પણ જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હશે તે મુજબ જ પાણી પૂરું પાડવામાં આવશે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છેવાડે આવેલા ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં વૈષ્ણૌદેવી પાસે આવેલી ઑવરહેડ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. લાઇનના બટરફલાય વાલ્વનું ગિયર બોક્સના રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોન વોર્ડમાં આવતા વિસ્તારમાં પાણી આજે સાંજે નહિ મળે અને આવતીકાલે પણ સવારે પણ પાણી પણ ઉપલબ્ધ જથ્થા મુજબ જ આપશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.