સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગંદા પાણીને શુદ્ધ કરવા માટે વર્ષે અંદાજે 85 લાખનો ખર્ચ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અગાઉ 480 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી. તેને કારણે ભૂતકાળમાં સાબરમતીમાં ભરાયેલું પાણી ખાલી કરીને તેમાં સફાઇ કરવામાં આવી હતી. જો કે, માંડ થોડો સમય પસાર થાય છે ત્યાં નદીમાં લીલ અને જળકુંભી એ હદે છવાઈ જાય છે કે પાણી પણ જોઈ શકાતું નથી.
ચંદ્રનગર પાસેના આંબેડકર બ્રિજથી માંડી સુભાષબ્રિજ સુધીના રિવરફ્રન્ટ પર નદીનું પાણી ચોખ્ખું રાખવા લગભગ રોજે રોજ મશીનથી કચરો સાફ કરવામાં આવતો હોય છે. પરંતુ ઈન્દિરા બ્રિજ પાસે નદીમાં એ હદે લીલ જામી ગઈ છે કે, તેને દૂર કઈ રીતે કરવી તે પણ કોયડો બની જાય છે.
હાઈકોર્ટે પણ અનેક વખત સાબરમતી પ્રદૂષિત હોવાની ટકોર કરી મ્યુનિ.ને આડેહાથ લીધી હતી. હાઈકોર્ટે નદીમાં પ્રદૂષિત પાણી છોડતાં ઔદ્યોગિક એકમો સામે પણ કડક કાર્યવાહી કરી છે. કેટલીક સોસાયટીઓ પણ ગટરનું ગંદું પાણી સાબરમતીમાં છોડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.