તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગભરાશો નહીં, ગંભીર બનો:ગુજરાતમાં જનતા કર્ફ્યૂ જેવો માહોલ, પ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ ભાસી રહ્યાં છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરોમાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. - Divya Bhaskar
શહેરોમાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે.
  • કોરોનાને કારણે રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હોવાથી જાગ્રત જનતા ગાઇડલાઇન્સનું પાલન કરવાનું ચૂકતી નથી

ગુજરાતમાં એક ભયંકર ડરનો માહોલ સર્જાયો છે. વધતા જતા કોરોનાના કહેર અને મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિથી પ્રજા પણ ફફડી ઊઠી છે. પરિણામે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં શહેરો હોય કે નાનાં ગામ, બધે જનતા કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જનતા પણ કામ સિવાય બહાર નીકળતી નથી. એટલું જ નહીં, માસ્ક અને ડિસ્ટનસિંગના સંપૂર્ણ પાલન સાથે પ્રજા પણ એકદમ અલર્ટ બની ગઈ છે. એ જોતાં કોરોનાની ચેન તોડવામાં બહુ લાંબો સમય લાગે એમ નથી.

ઓક્સિજન અને બેડની અછત, ઈન્જેક્શનની પણ તંગી
ગુજરાતમાં રોજેરોજ વધતા જતા કોરોનાના કેસોની સાથે ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને દવા, ઇન્જેક્શનની પણ હાડમારી ઊભી થઇ રહી છે. કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ડોક્ટરો પણ વારંવાર પ્રજાને અલર્ટ રહેવા સમજાવી રહ્યા છે, જેથી પ્રજા પણ એકદમ જાગ્રત થઇ ગઇ છે. ગુજરાતનાં શહેરો કે ગામડાંમાં હાલ પરિસ્થિતિ જુઓ તો એકલદોકલ લોકો જ બહાર ફરતા જોવા મળે છે. ખરીદી કરવાથી માંડીને ધંધા-રોજગાર કરનારા પણ ચોક્કસ સમય માટે જ કામકાજ કરીને ઘરભેગા થઈ જાય છે.

મહેસાણા, પાટણ જિલ્લામાં લોકો સ્વંભૂ બંધ પાળી રહ્યા છે.
મહેસાણા, પાટણ જિલ્લામાં લોકો સ્વંભૂ બંધ પાળી રહ્યા છે.

બાળકો કે વૃદ્ધો ઘર બહાર નીકળવાનું ટાળે છે
શહેરનાં રસ્તાઓ, બજારો અને ચાર રસ્તાઓ પણ દિવસ દરમિયાન ભેંકાર ભાસી રહ્યાં છે. જનતાની આ જાગૃતિને કારણે જાણે આખા ગુજરાતમાં જનતા કર્ફ્યૂ હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પણ ઘરની બહાર નીકળતાં નથી. મહિલાઓ અને યુવાનો પણ માત્ર ઘરનાં કામ પૂરતાં જ બહાર નીકળે છે. એ દરમિયાન પણ માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર સાથે સંપૂર્ણ અલર્ટ છે, સાથે સાથે ઘરમાં કોઈ સામાન્ય બીમારી પણ આવે તો તત્કાળ સારવાર કરવા લાગે છે. તેમાં પણ ઘરના ઉપચાર કરીને બીમારીને ફેલાતી અટકાવી રહ્યા છે.

અમદાવાદમાં જ્વેલર્સે 3 દિવસ સ્વંભૂ બંધ પાળ્યો છે.
અમદાવાદમાં જ્વેલર્સે 3 દિવસ સ્વંભૂ બંધ પાળ્યો છે.
અન્ય સમાચારો પણ છે...