AMCની નિષ્ફળતા:અમદાવાદમાં કોરોનાની જેમ હવે વકરેલા ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયાના આંકડા પણ કોર્પોરેશન છુપાવે છે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અમદાવાદમાં અધિકારીઓ અને શાસકોએ રોગચાળાના આંકડા જાહેર કરવાના બંધ કર્યા
  • ભાજપના શાસકો અધિકારીઓ પાસે માહિતી માંગતા નથી કે આપતા નથી
  • શહેરમાં હોસ્પિટલમાં લાઈનો છતાં કોર્પોરેશન સાચી હકીકત જાહેર નથી કરતું

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસો ખૂબ જ વધી ગયા છે. હોસ્પિટલો અને દવાખાનામાં ફરી એકવાર દર્દીઓની લાઈનો વધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અને ભાજપના શાસકો રોગચાળાની વાસ્તવિક પરિસ્થિતિ છુપાવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો એકાએક વધ્યા છે જેથી આરોગ્ય વિભાગે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ક્યાં વિસ્તારમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ઝાડા ઉલટી જેવા કેસો વધ્યા છે તેની વિગતો જ જાહેર કરવાની બંધ કરી દીધી છે. કોરોનાના કેસો છુપાવતી સરકારે હવે ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયા જેવા રોગચાળાના કેસો છુપાવવાનું શરૂ કર્યું છે.

ભાજપના શાસકોએ પણ અધિકારીઓ પાસેથી આંકડા લેવાના બંધ કર્યા
અમદાવાદમાં દરેક વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. ભાજપના શાસકોએ પણ અધિકારીઓ પાસેથી આંકડા લેવાના બંધ કર્યા છે. દર અઠવાડિયે શહેરમાં નોંધાતા રોગોના આંકડા જાહેર કરવામાં આવે છે. જેની માહિતી હેલ્થ કમિટિ ચેરમેન સહિતના હોદ્દેદારોને આપવામાં આવે છે. પરંતુ છેલ્લા 10 દિવસથી કોઈ માહિતી તેમની પાસે નથી. જેથી સ્પષ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ સામે ભાજપના હોદ્દેદારોનું પણ ચાલતું નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન હોય આરોગ્ય અધિકારીઓ તેઓને રોગચાળાની માહિતી આપતા જ નથી.

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળાના વધુ કેસો આવે છે ( ફાઈલ ફોટો)
સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળાના વધુ કેસો આવે છે ( ફાઈલ ફોટો)

ભાજપના નેતાઓ અને કેટલાક અધિકારીઓ વચ્ચે હવે સંબંધો સુધર્યા
એકતરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અધિકારીઓ પાસેથી કામ લેવાની કહ્યું હતું પરંતુ કોર્પોરેશનના શાસકો આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે વિગતો અને માહિતી માંગી શકતા નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ અને કેટલાક અધિકારીઓ વચ્ચે હવે સંબંધો સારા બની ગયા છે જેથી તેઓની કામગીરીની નિષ્ફળતા હોવા છતાં તેઓને બચાવી રહ્યાં છે. પ્રજાના કામો ન થાય અથવા તેઓ સુધી સાચી માહિતી પહોંચે ન પહોંચે પરંતુ પોતાના અંગત હિતો જળવાય તેવી કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ રહી છે.

અધિકારીઓએ શહેરમાં મચ્છરના બ્રિડિંગ શોધવાનું શરૂ કર્યું ( ફાઈલ ફોટો)
અધિકારીઓએ શહેરમાં મચ્છરના બ્રિડિંગ શોધવાનું શરૂ કર્યું ( ફાઈલ ફોટો)

દૂષિત પાણીથી કેસો વધે છે છતાં AMCનું તંત્ર નિષ્ક્રિય
ચાલુ સપ્ટેમ્બર માસ દરમ્યાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. જો કે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.મચ્છરજન્ય રોગો વધતાં હેહરમાં દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. જો કે પાણીજન્ય રોગો હવે વધી રહ્યાં છે. પરંતુ દૂષિત પાણી અંગે કોર્પોરેશન તંત્ર ધ્યાન જ આપતું નથી.

તાવ શરદી ઉધરસ સહિતના અનેક રોગના દર્દીઓમાં સતત વધારો
સપ્ટેમ્બરના અંત સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 693, ચિકનગુનિયાના 287, સાદા મેલેરિયા 199 કેસો, ઝેરી મેલેરિયાના 16 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 336, ઝાડા ઉલ્ટીના 291, કમળાના 196 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે.

કોમર્શિયલ એકમ, બંધ એકમ અને ઈન્સ્ટિટ્યુટમાં મચ્છર બ્રિડિંગ
ચાલુ સપ્ટેમ્બર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યુટ જે અત્યારે બંધ છે, તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...