તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Light To Moderate Rains Are Expected In Some Parts Of The State, All Religious Places Will Be Open From June 11, Hotel Seating Will Start With 50 Per Cent Capacity.

મોર્નિંગ બ્રીફ:રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે, 11 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલી શકાશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટિંગ શરૂ થશે

14 દિવસ પહેલા

નમસ્કાર!
લોકોમાં સુરક્ષા માટે જાગૃતિ લાવવા રેલવે ક્રોસિંગ પર અમદાવાદ ડિવિઝન આજે 'આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ' ઊજવશે. આજે વિક્રમ સંવત 2077નું પ્રથમ સૂર્યગ્રહણ... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,941.64-333.93
ડોલરરૂ.72.970.08

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,500-100

આ 3 ઘટના પર રહેશે નજર
1) રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે.
2) લોકોમાં રેલવે ક્રોસિંગ પર સુરક્ષા માટે જાગૃતિ લાવવા રેલવે ક્રોસિંગ પર અમદાવાદ ડિવિઝન આજે આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ ઊજવશે.
3) આજે વિક્રમ સંવત 2077નું પ્રથમ સૂર્યગ્રહણ, મેષ, વૃષભ, મિથુન સિવાયની રાશિ માટે શુભ નીવડી શકે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં 11 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલી શકાશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટિંગ શરૂ થશે, બાગ-બગીચાઓ અને જિમ ખૂલશે

રાજ્યમાં કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલાં કેટલાંક નિયંત્રણો વધુ હળવા કરવામાં આવ્યાં છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાંક નિયંત્રણો હળવાં કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા નિર્ણયો અનુસાર રેસ્ટોરાં અને હોટલ 11 જૂન 2021થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે તેમજ જીમ અને બાગ-બગીચાઓ તથા તમામ ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર
રાજ્યમાં 11 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલી શકાશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટિંગ શરૂ થશે, બાગ-બગીચાઓ અને જીમ ખૂલશે
https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/from-june-11-shops-will-be-open-till-7-pm-seating-will-start-in-the-hotel-with-50-per-cent-capacity-in-gujarat-128577421.html

2) સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી ભત્રીજો-જમાઈ પૈસા પડાવતા, રાજકોટના કાગદડીમાં મહંતનો આપઘાત
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂને મૃત્યુ થયું હતું. હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી, પરંતુ હવે મહંતની સુસાઇડ નોટ મળી છે. આશ્રમના ટ્રસ્ટીએ કરેલી ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) 'મા-અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ' સરકારી હોસ્પિટલમાંથી પણ કઢાવી શકાશે, આખા પરિવારદીઠ એક કાર્ડને બદલે હવે વ્યક્તિગત કાર્ડ અપાશે
રાજ્ય સરકારે મા-અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ' ધારકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે સરકારી હોસ્પિટલોમાં પણ નવા મા કાર્ડ નીકળી શકશે. તેમજ લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડને બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત. એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો આ પહેલા પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું. હવે પરિવારના પાંચ જણને અલગ-અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે, જેથી સારવાર મેળવવામાં સરળતા રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં AAPનાં મહિલા નગરસેવકનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ, પાયલ પટેલે કહ્યું- ભાજપ મને સવાલ કરતાં નહિ રોકી શકે
સુરતના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં પાયલ પટેલે કહ્યું કે ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેથી ભાજપની આઈટી સેલ દ્વારા ટ્વિટરને રિપોર્ટ કરીને મારું અકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજ્યમાં હવે એકેય શહેર કે જિલ્લામાં 100થી વધુ કેસ નહીં, 644 નવા કેસ સામે 1675 દર્દી સાજા થયા, 10નાં મોત
રાજ્યમાં એકેય જિલ્લા કે શહેરમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા નથી. તો રાજ્યના 5 મુખ્ય શહેર અને 14 જિલ્લામાં ડબલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. જ્યારે ડાંગ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એકેય કેસ નોધાયો નથી. આમ કુલ મળીને રાજ્યમાં 644 નવા કેસ નોંધાયા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 97.11 ટકા થયો છે. જ્યારે 1 હજાર 675 દર્દી સાજા થયા છે તેમજ 10 દર્દીનાં મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...