તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:ભારતીય જીવન વીમા નિગમે સ્ટાફને ચૂંટણીની કામગીરીમાંથી બાકાત રાખવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ભારતીય જીવન વીમા નિગમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. LIC ના સ્ટાફને ચૂંટણીની કામગીરીમાંથી બાકાત રાખવાની માંગણી કરવામાં આવી છે. એલ.આઇ.સીનો સ્ટાફને રેકવિઝીટ કરવાની રાજ્ય ચૂંટણીપંચને સત્તા નહીં હોવાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચની સત્તાઓ અલગ-અલગ હોવાની રજૂઆત થઈ છે. રાજ્ય ચૂંટણીપંચ પાસે સત્તા જ ન હોય તેવા સંજોગોમાં એલ.આઇ.સીના સ્ટાફને ચૂંટણી કામગીરી માટે રોકી શકે નહીં તેવી માંગણી કરી હતી. આ બાબતે હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નોટિસ ઇશ્યૂ કરી છે. જેમા 18 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો