તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટીવ એપ્રોચ:સોલા સિવિલમાં લાઇબ્રેરી: કોરોનાના દર્દી પુસ્તકો વાંચી મોટીવેટ થઇ રહ્યાં છે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ દર્દીને ફૂડ અને કપડાં પણ અપાય છે

હાલ ભલે શહેરમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો હોય પણ ઘણાં કોરોનાનાં દર્દીઓ હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. જેથી શહેરનાં યુવાનો સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને પ્રાથમિક જરૂરિયાત પહોંચાડી રહ્યાં છે. જેમાં તેઓ દર્દીઓ માટે ફૂડની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને કપડા પણ પહોંચાડી રહ્યાં છે. કોરોના દર્દીઓ આખો દિવસ દરમિયાન સકારાત્મક વાતાવરણ બની રહે તે માટે સંગીતનું પણ આયોજન કરે છે તેમજ દર્દીઓને મોટીવેશન મળે તે માટે લાઇબ્રેરી પણ શરૂ કરી છે. જેમાં મેટીવેશનલ પુસ્તકો છે. જે વાંચીને દર્દીઓ હોસ્પિટલમાં દિવસ પસાર કરે છે.

દર્દીઓ કંટાળે નહીં તે પણ ઉદ્દેશ છે
કોરોનાનાં દર્દીઓ આખો દિવસ દરમિયાન કંટાળે નહીં અને તેમનો સમય એક પોઝિટીવ એપ્રોચ દ્વારા પસાર થાય તે માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મીની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાંથી પુસ્તકો વાંચીને કોરોનાનાં દર્દીઓનો મનોબળ વધે તે પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હોસ્પિટલનાં સ્ટાફ મેમ્બર્સ માટે પણ નાસ્તાનું આયોજન પણ કરવામાં આવે છે. -માલવ કપાસી

અન્ય સમાચારો પણ છે...