દર્દીઓને રાહત:અમદાવાદની એલજી હોસ્પિટલમાં હવે કેન્સર, હોર્મોન્સ જેવા સુપર સ્પેશિયાલીટી ટેસ્ટ સસ્તા દરે કરવામાં આવશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવતા ટેસ્ટ હવે હોસ્પિટલમાં ઉપલબ્ધ થતા ગરીબ દર્દીઓને રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલમાં હવેથી કેન્સર, હોર્મોન્સ અને વિટામિન અંગેના સુપર સ્પેશિયાલિટી એવા 20 આધુનિક લેબ ટેસ્ટ નજીવા દરે કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય એવી નજીવી કિંમતે આ ટેસ્ટ કરવામાં આવશે. જે ટેસ્ટ ખાનગી લેબમાં ઉંચા ભાવે થતા હતા જે હવે એલજી હોસ્પિટલમાં નજીવા દરે કરવાની દરખાસ્ત આજે હોસ્પિટલ કમિટીમાં મંજુર કરવામાં આવી છે. 20માંથી 2 ટેસ્ટ જે બહાર 700 રૂપિયા થાય છે તેના માટે એકપણ રૂપિયાનો ચાર્જ લેવાશે નહિ. હોસ્પિટલમાં ટેસ્ટ માટે નવા આધુનિક મશીનો વિકસાવવામાં આવ્યા છે જેથી હવે આ ટેસ્ટ કરાવવા માટે દર્દીઓને બહાર જવું પડશે નહિ.

એલજી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે જેનો કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ કેટલાક ટેસ્ટ એવા છે જે બહાર ખાનગી લેબમાં કરાવવા પડતા હતા. તેવા 20 આધુનિક ટેસ્ટ જેવા કે કેન્સર, હોર્મોનસ અને વિટામિનના સુપર સ્પેશિયલ ટેસ્ટ જે ખાનગી લેબમાં 2000થી 200 રૂપિયા સુધીમાં કરાવવા પડતા હતા તેને સાવ નજીવા દરે હવે હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થશે. માત્ર એક જ ટેસ્ટની કિંમત રૂ. 850 છે બાકીના ટેસ્ટ 100થી 150 સુધીની કિંમતના જ છે.

અન્ય સમાચારો પણ છે...