• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Letters Of Commendation Awarded By Ahmedabad Police To LG, Shardaben And SVP Hospitals On World Day Of Remembrance For Traffic Victims Day

અમદાવાદ:વર્લ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ફોર ટ્રાફિક વેક્ટિમ્સ દિવસે અમદાવાદ પોલીસ દ્વારા LG, શારદાબેન અને SVP હોસ્પિટલને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે "World Day of Remeberance for Traffic Victims" દિવસે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. જનરલ હોસ્પિટલ, શારદાબેન જનરલ હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલને હોસ્પિટલની ઉત્કૃષ્ટ અને ત્વરિત સારવારને અનુલક્ષીને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર અને જીલ્લા પોલીસ દ્વારા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં થતાં અકસ્માતો સમયે ભોગ બનનાર ઇજાગ્રસ્તોને નજીકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો લાવવામાં આવતાં હોય છે. આ પ્રકારે ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓની ત્વરિત સારવાર, ધનિષ્ટ પેશન્ટ કેર અને તેઓની જીંદગી અથવા કાયમી ખોડખાંપણમાંથી બચાવવા માટે હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલ સંનિષ્ઠ અને માનવતાભર્યો વ્યવહાર અને તબીબી સારવાર માટે સદરહુ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો છે.

સરેરાશ દૈનિક ધોરણે આ પ્રકારના અકસ્માતે ઇજાગ્રસ્ત થયેલા 20થી 22 કેસો AMC સંચાલિત હોસ્પિટલો ખાતે આવતા હોય છે. આવા ઇજાગ્રસ્તોની સંલગ્ન વિભાગ જેવાં કે, સર્જરી, ઓર્થોપેડિક, મેડીસીન, ઈ.એન.ટી. દ્વારા ત્વરિત તપાસ કરી તેનું નિદાન કરવામાં આવે છે અને તેઓની ઝડપથી સારવાર શરૂ કરવામાં આવે છે જેના કારણે દર્દીનું જીવન બચાવવાની સંભાવના વધી જવા પામે છે અને આ માટે આ તમામ હોસ્પિટલોમાં કાર્યપ્રણાલી નકકી કરવામાં આવી છે.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર પોલીસની સાથે સાથે હોસ્પિટલો ખાતે ફરજ બજાવતાં રેસીડેન્ટ ડોકટર્સ, તબીબી શિક્ષકો, નસીંગ સ્ટાફ તથા પેશન્ટ કેર સ્ટાફનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.

અન્ય સમાચારો પણ છે...