તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલો સેનિટાઈઝ કરવાની સૂચનાનો વિરોધ:PIની પરીક્ષા પૂર્વે સ્કૂલ સંચાલકોનો પત્ર - અમારી પાસે ભંડોળ રહ્યું નથી GPSC સેનિટાઈઝ ખર્ચ આપે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જીપીએસસી દ્વારા 3 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં પીઆઇની પરીક્ષા યોજાનાર છે. જેમાં 1.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જીપીએસસી દ્વારા દરેક સ્કૂલોને સેનિટાઇઝ કરવાની સૂચના આપી છે. પરંતુ સ્કૂલ સંચાલક મંડળે પત્ર લખીને સેનિટાઇઝ કરવાનો ખર્ચ જીપીએસસી દ્વારા આપવાની માગ કરાઇ છે. કારણ કે સંચાલકો પાસે માત્ર એક દિવસ માટે સેનિટાઇઝ કરવા પૂરતું ભંડોળ નથી.

શહેર શાળા સંચાલક મંડળે જીપીએસસીની પરીક્ષા પહેલા સ્કૂલ સેનિટાઇઝ કરવાના ખર્ચ અંગે વિરોધ કર્યો છે. મંડળે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સ્કૂલોના ક્લાસરૂમનો કોઇ વપરાશ થઇ રહ્યો નથી. તેથી હાલ ફક્ત જીપીએસસીની પરીક્ષા માટે જ તેનો ઉપોયોગ થશે. મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલો એક અથવા બે સેવક મિત્રો પર નિર્ભર હોય છે. ​​​​​​​કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલો શરૂ કરતા પહેલા ફરજિયાત ક્લાસ સેનિટાઇઝ કરવાના હોય છે. પરંતુ અત્યારે માત્ર જીપીએસસીની પરીક્ષાના એક દિવસ માટે સેનેટાઇઝ કરવાનો ખર્ચ પરવડી શકે તેમ નથી. તેથી જ સ્કૂલો સેનિટાઇઝ કરવાનો ખર્ચ જીપીએસસી દ્વારા આપવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો