કોરોનાનું સંક્રમણ ઘટ્યું:અમદાવાદમાં પાંચસોથી ઓછા કેસ નોંધાયા, આજે ફરીવાર એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં નહીં, હવે 10 અમલી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવેલા વિસ્તારો - Divya Bhaskar
કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવેલા વિસ્તારો
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 26 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં પાંચસોથી ઓછા કેસ નોંધાયા છે. તેમજ 7 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આજે ફરીવાર એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયો નથી. તે ઉપરાંત પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.

5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા
શહેરના રામોલ, લાંભા, વટવા, અને વેજલપુરના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.હવે શહેરમાં 10 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (26 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયો છે ( ફાઈલ ફોટો)
અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયો છે ( ફાઈલ ફોટો)

શહેરમાં 500થી ઓછા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 491 નવા કેસ નોંધાયા છે. તેમજ 7 દર્દીના મોત થયા છે અને 3 હજાર 204 દર્દી સાજા થયા છે. આમ શહેરમાં લગભગ બે મહિના બાદ પહેલીવાર 500થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 23 માર્ચે 509 કેસ નોંધાયા હતા. જ્યારે 22 માર્ચે 483 કેસ નોંધાયા હતા.

શહેરમાં 491 અને જિલ્લામાં 31 નવા કેસ નોંધાયા​​​​​​​
24 મેની સાંજથી 25 મેની સાંજ સુધીમાં શહેરમાં 491 અને જિલ્લામાં 31 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 3 હજાર 204 અને જિલ્લામાં 393 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 7 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...