તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ:અમદાવાદમાં ધો.6થી 8માં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી હાજરી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાને કારણે દરેક ક્લાસમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
કોરોનાને કારણે દરેક ક્લાસમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો.
  • રિસેસમાં નાસ્તાની આપલે પર પણ રોક લગાવાઈ
  • શહેરની 1500 સ્કૂલોમાં 50 ટકાથી ઓછા વાલીએ સંમતિ પત્ર આપ્યાં

સરકારના કોવિડ પ્રોટોકોલ મુજબ ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ 6થી 8ની સ્કૂલોના પ્રથમ દિવસે 50 ટકાથી પણ ઓછી હાજરી નોંધાઈ હતી. 33,872 સરકારી સ્કૂલોમાં આશરે 34.13 ટકા હાજરી જોવા મળી છે. જ્યારે ખાનગી સ્કૂલોમાં 12.26 ટકા હાજરી નોંધાઈ હતી.

મોટાભાગની સ્કૂલોમાં સેનિટાઈઝેશન તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ સાથે સંકળાયેલ ઉદગમ, સત્વવિકાસ, એચ બી કાપડિયા સહિતની સ્કૂલના મુખ્ય દરવાજા પર થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને સેનિટાઈઝેશન પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસરૂમમાં પ્રત્યેક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડાયો હતો. સાથે જ સવારે સ્કૂલ શરૂ થઈ તે પહેલા અને સ્કૂલની શિફ્ટ પૂર્ણ થયા પછીથી સ્કૂલનું સેનિટાઈઝેશન કરાયુ હતું. સ્કૂલમાં વિદ્યાર્થીઓને એક બીજા સાથે નાસ્તાની આપલે પર રોક લગાવવામાં આવી હતી.

અમદાવાદ શહેર ડીપીઓ કચેરીના જણાવ્યા પ્રમાણે, ‘શહેરની 1500 સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં 50 ટકાથી પણ ઓછા વાલીઓએ સંમતિ પત્ર આપ્યા હતા.’

મોટાભાગના વિદ્યાર્થી હાજર હોવાનો દાવો
અમારી સ્કૂલમાં ધોરણ 6થી 8ના કુલ 90થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓમાંથી લગભગ 70થી વધુ વાલીઓએ વિદ્યાર્થીઓની હાજરી માટે સમંતિ દર્શાવી હતી, જૈ પૈકીના 52 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. > વર્ષાબેન જોશી, પ્રિન્સિપાલ, સત્વ વિકાસ

અગ્રણી સ્કૂલોમાં 30થી 40 ટકા હાજરી
શહેરની અગ્રણી 40 જેટલી સ્કૂલોના ધોરણ 6થી 8માં ભણતા આશરે 2400 જેટલા વિદ્યાર્થીઓના 50 ટકાથી વધારે વાલીઓએ વિદ્યાર્થીઓની હાજરી માટેની સંમતિ દર્શાવી હતી, જે પૈકીના આશરે સરેરાશ 30થી 40 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા. > મનન ચોકસી, અગ્રણી, એસોસિએશન ઓફ પ્રોગેસિવ સ્કૂલ એલાયન્સ

અન્ય સમાચારો પણ છે...