તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:ગુજરાતના 40માંથી 33 જિલ્લા અને પાલિકામાં 30થી ઓછા કેસ અને 37માં કોરોનાથી કોઈ મોત નહીં; નવા કેસ 6 માસમાં સૌથી ઓછા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આજથી ગુજરાતમાં વેક્સિનની મોકડ્રીલ, ઘટી રહેલા કેસે આશા વધારી
 • 21 જિલ્લામાં 10થી ઓછા નવા કેસ, મોત માત્ર 3 જિલ્લામાં, રિકવરી રેટ પણ 94%ની નજીક
 • ગુજરાતમાં 4 મહાનગર પાલિકામાં જ સૌથી વધુ કેસ અને મૃત્યુ પણ કોરોના કાળ દરમિયાન નોંધાયા છે.

ગુજરાત માટે રાહતના સમાચાર છે. 10 મહિનાથી કોરોના સામે ઝઝૂમી રહેલા રાજ્યમાં હવે આ જીવલેણ વાઇરસનો પ્રકોપ ઝડપથી ઘટી રહ્યો છે. રવિવારે 850 નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા 10 હજાર સુધી મર્યાદિત થઈ છે. સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં 40માંથી 37 જિલ્લા અને કોર્પોરેશન એવા છે જ્યાં એક પણ મોત નથી. જો કે અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસિપલ એરિયામાં હજુ પણ કોરોના કેસોની સંખ્યા 100થી ઉપર છે. દરમિયાન સોમવાર અને મંગળવારે રાજ્યમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન થવા જઈ રહ્યો છે. આ ડ્રાય રનનો ઉદ્દેશ્ય વેક્સિનેશનની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓ પારખવાનો છે, જેથી વેક્સિનેશન શરૂ થયા ત્યારે કોઈ પણ પ્રકારની અડચણો સર્જાય નહીં.

0થી 30 કેસવાળા રાજ્યના જિલ્લા/કોર્પોરેશન

જિલ્લોકેસ
વડોદરા30
દાહોદ30
કચ્છ26
મહેસાણા22
ભાવનગર કોર્પો.19
પંચમહાલ16
જામનગર કોર્પો.15
ખેડા13
ગાંધીનગર કોર્પો.13
ગાંધીનગર13
સુરેન્દ્રનગર11
મોરબી11
સાબરકાંઠા10
અમરેલી9
ભરૂચ8
જૂનાગઢ કોર્પો.8
જૂનાગઢ7
અમદાવાદ6
બનાસકાંઠા6
આણંદ6
પાટણ6
મહીસાગર5
ગીર સોમનાથ5
જામનગર5
ભાવનગર4
નર્મદા3
બોટાદ3
પોરબંદર2
નવસારી2
અરવલ્લી2
વલસાડ2
દ્વારકા2
છોટાઉદેપુર1
તાપી1
ડાંગ1

સૌથી વધારે કેસ 4 મ્યુનિ. કોર્પોરેશનમાં, કોરોનાથી મોત પણ માત્ર અહીં જ

મ્યુનિ. કોર્પોરેશનકેસમોત
અમદાવાદ1724.00
સુરત1262
વડોદરા1051.00
રાજકોટ610.00
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો