તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાખ્યાન:શિક્ષાપત્રી જ્યંતિ પ્રસંગે SGVP ગુરુકુળમાં વ્યાખ્યાનમાળા યોજાઈ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે શિક્ષાપત્રી વ્યાખ્યાન માળા યોજાયેલ - Divya Bhaskar
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે શિક્ષાપત્રી વ્યાખ્યાન માળા યોજાયેલ
 • શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે

અમદાવાદમાં SGVP ગુરુકુળ - છારોડી ખાતે ભગવાન શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના 16મા પાટોત્સવ પ્રસંગે તા.14થી 16 ફેબ્રુઆરી સુધી રાત્રે 8થી9 દરમિયાન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે શિક્ષાપત્રી વ્યાખ્યાન માળા યોજાયેલ છે. તા 14ના રોજ વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ઋતુ અને સત્યનો અર્થ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે ઋતુ અને સત્ય પર્યાયવાચી છે. ઋતુ સમગ્ર સૃષ્ટિને નિયમિત કરે છે. સૂર્યનારાયણ અને ચંદ્ર દરરોજ ઉગે છે અને આથમે છે. પાળ વિનાનો સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડતો નથી. પૃથ્વી પોતાની ધરી પર નિયમિત ફરે છે. આ રીતે સમગ્ર સૃષ્ટિ સર્વાધાર એવા પરમાત્માથી ચાલે છે.
શિક્ષાપત્રી શાસ્ત્રોનો સાર છે
શિક્ષાપત્રીનું મહત્વ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે શિક્ષાપત્રી તો વચન અને આદેશ ગ્રંથ છે. તે ગાગરમાં સાગર છે. તમામ શાસ્ત્રોનો સાર છે. શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ચે ચે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેવી રીતે રાજા અંબરિશનું રક્ષણ સુદર્શન ચક્ર કરે છે તેમ ભગવાનના ભક્તનું રક્ષણ શિક્ષાપત્રી રૂપી સુદર્શન ચક્ર કરે છે. ભગવાન સ્વામી નારાયણે પોતાના આશ્રિતોના કલ્યાણ માટે શિક્ષાપત્રી લખી છે. ભગવાનના ભક્ત જે શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો